ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોખમી બન્યું છે, તેને ઝડપથી બંધ કરોઃ મસ્ક

૧૯૯૮થી કાર્યરત અવકાશ મથકનો મુદ્દો ઉઠાવ્યો
જૂન ૨૦૨૪માં નાસાએ યુએસ ડીઓર્બિટ વ્હીકલ વિકસાવવા માટે સ્પેસએક્સને ૮૪૩ મિલિયનનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો
નવી દિલ્હી, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની સુરક્ષા અંગે સવાલ ઉઠાવીને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે આગામી બે વર્ષમાં આ સ્પેસ સ્ટેશનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી દૂર કરવાની શુક્રવારે ફરી એકવાર માગણી કરી હતી. આ સ્પેસ સ્ટેશનને મૂળ કાર્યક્રમ મુજબ નાસાએ ૨૦૩૧માં ભ્રમણકક્ષામાંથી દૂર કરવાની યોજના છે.ISS નાસા, કેનેડિયન સ્પેસ એજન્સી, યુરોપિયન સ્પેસ એજન્સી, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી અને રોસકોસ્મોસનો સંયુક્ત પ્રોજેક્ટ છે અને તે ૧૯૯૮થી કાર્યરત છે.
There are potentially serious concerns about the long-term safety of the @Space_Station. Some parts of it are simply getting too old and obviously that risk grows over time.
Even though @SpaceX earns billions of dollars from transporting astronauts & cargo to the ISS, I… https://t.co/TcyUwcwHfE
— Elon Musk (@elonmusk) June 13, 2025
નવેમ્બર ૨૦૦૦થી આ સ્ટેશન પર સતત અવકાશયાત્રીઓ જાય છે, જે ભવિષ્યના ગહન અવકાશ મિશન માટે સંશોધનને ટેકો આપે છે.ISS અને તેમાં રહેતાં અવકાશયાત્રીઓની સલામતી અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરીને મસ્કે જણાવ્યું હતું કે અવકાશ મથકની લાંબા ગાળાની સલામતી અંગે ગંભીર ચિંતાઓ છે. તેના કેટલાંક પાર્ટ ખૂબ જ જૂના થઈ રહ્યાં છે અને દેખીતી રીતે સમય જતાં જોખમ વધતું જાય છે. સ્પેસએક્સ અવકાશયાત્રીઓ અને કાર્ગાેને ISS સુધી પહોંચાડીને અબજો ડોલર કમાય છે, તેમ છતાં હું ભલામણ કરું છું કે તેને ૨ વર્ષની અંદર ડી-ઓર્બિટ કરવામાં આવે.
NASAની JPL સોફ્ટવેર સિસ્ટમ શિલ્પી ભૂતપૂર્વ ભૌતિકશાસ્ત્રી કેસી હેન્ડમરને એક્સ પર જવાબ આપતા મસ્કે આ મુદ્દો ઉઠાવ્યો હતો.ISS પરના બહુવિધ અને વારંવાર થતા લીકેજનો મુદ્દો ઉઠાવીને હેન્ડમરે જણાવ્યું હતું કેISSની માળખાકીય અખંડિતતા જાહેરમાં ચર્ચા થઈ રહી છે તેના કરતાં ઘણી ઓછી છે. અનેક તિરાડો જોવા મળી છે. કોઈ “સુરક્ષા પરિબળ” સંકળાયેલ નથી. કોઈપણ માળખાકીય દબાણ વ્હિકલમાં ક્રેક સામાન્ય રીતે પડતાં નથી. દરમિયાન જૂન ૨૦૨૪માં નાસાએ યુએસ ડીઓર્બિટ વ્હીકલ (USDV) વિકસાવવા માટે સ્પેસએક્સને ઇં૮૪૩ મિલિયનનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
આ કોન્ટ્રાક્ટ મુજબ સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન પર આધારિત આ વ્હિકલISS પર જશે અને કોઇપણ જોખમ ઊભું ન થાય તે રીતે તેને દક્ષિણ પેસિફિક ઉપર નિયંત્રિત ડીઓર્બિટ તરફ દોરી જશે. મસ્ક લાંબા સમયથી મંગળ ગ્રહ પર માનવ અવકાશ મિશન ચાલુ કરવાની યોજના ધરાવે છે. ફેબ્›આરીમાં X પર એક પોસ્ટમાં મસ્કે કહ્યું હતું કેISSએ તેનો હેતુ પૂરો કર્યાે છે. તેની વધારાની ઉપયોગીતા ખૂબ જ ઓછી છે. ચાલો મંગળ પર જઈએ.SS1