Western Times News

Gujarati News

ગુજરાતમાં રોજગાર ક્ષમતા વધારવા ABD એ રૂ,૯૨૭ કરોડની લોન મંજૂર કરી

કુશળ કાર્યબળ તૈયાર કરી ઉદ્યોગોની જરૂરિયાત પૂરી કરાશે

પરિણામે એક સફળ મોડલ તૈયાર કરી શકાશે જેનો અમલ બાદમાં દેશના અન્ય રાજ્યોમાં પણ થઈ શકે

ગાંધીનગર, ગુજરાતને આગામી સમયમાં મજબૂત અને ભવિષ્ય માટે તૈયાર કાર્યબળની મદદથી ઔદ્યોગિક ગ્રોથ એન્જિન બનવામાં મદદરૂપ થવા ધિરાણ એજન્સી એડીબીએ રૂ. ૯૨૭ કરોડની (૧૦.૯૭ કરોર યુએસ ડોલર) લોન મંજૂર કરી છે. એડીબીએ એક નિવેદનમાં જણાવ્યું કે, કૌશલ્યઃ ધ સ્કિલ યુનિવર્સિટી (કેએસયુ) સાથેના સહયોગથી રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત ગુજરાત કૌશલ્ય વિકાસ કાર્યક્રમોનો ઉદ્દેશ રાજ્યના કાર્યબળને ઉદ્યોગ સંલગ્ન બનાવવાનો તથા ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા ક્ષેત્રો માટે અદ્યતન કાર્યબળ તૈયાર કરવાનો છે.

આ કાર્યક્રમ કેએસયુ નેટવર્કની સંસ્થાકીય અને વ્યવસ્થાપક ક્ષમતાને મજબૂત બનાવવાની સાથોસાથ ઉચ્ચ ગુણવત્તાવાળા, ઉદ્યોગ સંબંધિત તાલિમ અભ્યાક્રમો, જે ભાવિ ટેન્કોલોજીને એકિકૃત કરે છે, તેના સુધી પહોંચનો વ્યાપ વધારવાનો છે. એડીબીએ વધુમાં ઉમેર્યું કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતમાં ગર્વનન્સ તેમજ તકનિકી તથા વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ (ટીવીઈટી) પદ્ધતિમાં પરિવર્તન લાવવાનો રહેશે. પરિણામે એક સફળ મોડલ તૈયાર કરી શકાશે જેનો અમલ બાદમાં દેશના અન્ય રાજ્યોમાં પણ થઈ શકે.

સાત ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા ઉદ્યોગ ક્ષેત્રો- લોજિસ્ટિક્સ, ઓટોમોટિવ, ઉત્પાદન, ઈન્ફર્મેશન ટેન્કોલોજી, નવીનીકરણ ઉર્જા, આરોગ્ય અને કૃષિ ટેન્કોલોજી – પર ધ્યાન કેન્દ્રીત કરતા આ કાર્યક્રમ વિવિધ સંસ્થાઓને ગુણવત્તાસભર બનાવવા ભાર મૂકશે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.