સિદ્ધાંત ચતુર્વેદીએ શે સૂ-બિન સાથે કોરીયન ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું

ફૅન્સે સિદ્ધાંતને વધુ રૂપાળો દેખાતા ટ્રોલ કર્યાે
આ એડમાં બોલિવૂડની વરસાદી મોસમની અસર દેખાય છે, પરંતુ ઓડિયન્સને આ પ્રેમ અને ચાર્મ બહુ ખાસ પસંદ પડ્યા નથી
મુંબઈ, બોલિવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીએ કોરિયન ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું છે. પરંતુ આ વાત પર તેના ફૅન્સ ખુશ થવાથી વધારે કન્ફ્યુઝ થયા છે. તાજેતરમાં સિદ્ધાંત ચતુર્વેદીએ કે-ડ્રામાની જાણીતી એક્ટ્રેસ શે સૂ બિન સાથે ક્રોક્સ જાપાન માટે એક નવી એડ શૂટ કરી છે. જેમાં તે વરસાદમાં રોમાન્સ કરતો જોવા મળે છે. આ એડ શરૂ થાય છે, ત્યારે સૂ બિન વરસાદમાં ભીંજાતી રસ્તા પરથી પસાર થતી હોય છે, ત્યારે તેની બાજુમાંથી સિદ્ધાંતની ગાડી તેજ ગતિએ પસાર થાય છે. તેના છાંટા સૂ બિન પર ઉડે છે.
થોડો આગળ જઈને તેની ગાડી પંચર થાય છપે અને તે ઉભો હોય છે, ત્યારે સૂ બિન ત્યાં પહોંચે છે, ત્યારે તે સિદ્ધાંતને છત્રી ધરે છે. પછી બંને એક રોમેન્ટિક વોક પર જાય છે.આ એડમાં બોલિવૂડની વરસાદી મોસમની અસર દેખાય છે, પરંતુ ઓડિયન્સને આ પ્રેમ અને ચાર્મ બહુ ખાસ પસંદ પડ્યા નથી. તેમને સોશિયલ મીડિયા પર બહુ ખાસ પ્રતિસાદ મળ્યો નથી. જાપાની ક્રોક્સની એડનું ભારતમાં શૂટ થયું અને તેની હિરોઇન કોરીયન આ કોમ્બિનેશન જ લોકોને વિચિત્ર લાગે છે.
કોઈ કેશોમાં દેખાતો હોય એવો સિદ્ધાંત પહેલો કલાકાર છે, એ વાતથી તેના ફૅન્સ ખુશ છે, પરંતુ તેના મેકઅમાં લોકોને મજા આવી નહીં. લોકોને લાગે છે કે કે શો જેવો ક્યુટ લૂક આપવા માટે સિદ્ધાંતને જાણે વ્હાઇટ વોશ કરી દીધો હોય એવું લાગે છે. લોકોને લાગે છે કે સિદ્ધાંતનો લૂક જાણે આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સથી બનાવાયો છે. તો એક તરફ લોકોમાં કોરિયન શો અને બીટીએસના ક્રેઝ અને ટ્રેન્ડ઼ના પણ વખાણ થયા છે. તો કેટલાંકે સિદ્ધાંત કોઈ લાંબા કે-ડ્રામામાં જોવા મળે તેની આશા પણ વ્યક્ત કરી છે.SS1