Western Times News

Gujarati News

ઘણા લોકો હવે મને એક સફળ એક્ટ્રેસ પણ ગણતાં નથી : સમંથા

સમંથાની છેલ્લી ફિલ્મ ૨૦૨૩માં આવેલી ‘ખુશી’ હતી

સમંથા છેલ્લે એમેઝોન પ્રાઇમ પર આવેલી સિરીઝ સિટાડેલઃ હનીબનીમાં જોવા મળી હતી

મુંબઈ,સમંથા રુથ પ્રભુએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પોતાની સફળતાની સમજ કેટલી બદલાઈ છે, તે અંગે વાત કરી હતી. તેણે પોતાની વિચારધારામાં શું પરિવર્તન આવ્યું એ અંગે પણ વાત કરી હતી. સમંથાની છેલ્લી ફિલ્મ ૨૦૨૩માં આવેલી ‘ખુશી’ હતી. સમંથાએ કહ્યું, “આજે, સફળતાની મારી વ્યાખ્યા આઝાદી છે. બે વર્ષનો બ્રેક લઈ શકું એટલી આઝાદી. છેલ્લા બે વર્ષમાં મારી એક પણ ફિલ્મ આવી નથી.

વિકસવાની, એક બીબાંમાં બંધ ન થઈ જવાની આઝઆદી.”સમંથા છેલ્લે એમેઝોન પ્રાઇમ પર આવેલી સિરીઝ સિટાડેલઃ હનીબનીમાં જોવા મળી હતી. તેણે કહ્યું કે તેના આઝાદીની ભાવના તેની પોતાની જાતની એક સ્પેસ ખડી કરવા અંગે છે, તેણે પોતાનો રસ્તો પોતે બનાવ્યો છે. બે વર્ષથી કામ ન કર્યું હોવા છતાં સમંથા હાલ પોતાને વધુ સફળ માને છે. આ અંગે સમંથાએ કહ્યું, “આજકાલ કદાચ ઘણા લોકો મને પહેલાંની સરખામણીએ સફળ ગણશે નહીં. પરંતુ મારા મનમાં હું પહેલાં ક્યારેય પણ હતી, તેનાં કરતાં મારી જાતને વધુ સફળ માનું છું.

આજકાલ હું જે કંઈ કરું છું તે મારા જીવનના કારણ સાથે સારી રીતે મેળ ખાય છે અને મને વધુ યોગ્ય લાગે છે, તેથી આજે હું દરરોજ વધુ ઉત્સાહ સાથે ઉઠું છું. બહારના લોકો મારી નોંધ લે એ વાતને હવે હું સફળતા માનતો નથી. હવે મારા કામ અને જીવનમાં મારા મુલ્યો કઈ રીતે દેખાય છે, તેમાં મને સફળતા અનુભવાય છે.”સમંથાની આવનારી ફિલ્મની વાત કરીએ તો, તેની રાજ એન્ડ ડીકેની એક્શન ફેન્ટસી સિરીઝ રક્ત બ્રમ્હાંડઃ ધ બ્લડી કિંડમ, નેટફ્લિક્સ પર આવવાની છે. સાથે તે રાજ નિદિમોરુ સાથે રિલેશનશીપમાં હોવાની પણ બીજી તરફ ચર્ચા ચાલે છે. તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે, તરલા મુવિંગ પિક્ચર્સ, તેની પહેલી ફિલ્મ શુભમ આ વર્ષે મે મહિનામાં રિલીઝ થશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.