Western Times News

Gujarati News

સલમાન ખાને શેર કર્યાે પ્લેનનો ‘ડરામણો અનુભવ’

પ્લેન ક્રેશ મુદ્દે વ્યક્ત કર્યું દુઃખ

સલમાને કહ્યું કે જ્યારે ઓક્સીજન માસ્ક નીચે પડ્યાં ત્યારે મને લાગ્યું કે, આવું તો મે માત્ર ફિલ્મોમાં જ જોયું છે

મુંબઈ,અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાએ દેશભરના લોકોને ગમગીન કર્યા છે. સૌથી કોઈ મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને તેના પરિવારને સાંત્વના આપી રહ્યાં છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે લોકોનો આત્મા કકળી ઉઠ્યો હતો. આ દરમિયાન હવે બોલીવુડ અભિનેતા સલમાન ખાને મૃતકો માટે દુઃખ વ્યક્ત કર્યું અને પોતાનો એક કાર્યક્રમ રદ્દ કરી દીધો છે.મૃતકો માટે દુઃખ વ્યક્ત કરવાની સાથે સાથે સલમાન ખાને એક અનુભવ પણ શેર કર્યાે છે. આ વર્ષે ફેબ્›આરીમાં પ્લેનમાં સલમાન ખાનને એક ડરામણો અનુભવ થો હતો જે ઘટનાને આજે અભિનેતાએ યાદ કરી છે.

ફેબ્›આરીમાં સલમાન ખાન સોનાક્ષી સિન્હા અને તેના નાના ભાઈ સોહેલ ખાન સાથે એક એવોર્ડ શોમાંથી પાછો આવી રહ્યો હતો. જ્યારે સલમાન ખાન વિમાનમાં સફર કરી રહ્યો હતો ત્યારે વિમાન ભારે તોફાન વચ્ચેથી પસાર થયું હતું. ચોંકાવનારી વાત એ છે તેની ફ્લાઈટે ૪૫ મિનિટ સુધી તેજ તોફાન વચ્ચે રહી હતી.આ ઘટનાને યાદ કરતા સલમાન ખાને કહ્યું કે, ‘આ દિવસ ખૂબ જ ડરામણો હતો. અમે આઈફા શ્રીલંકાથી પાછા આવી રહ્યાં હતા. બધા હસી રહ્યા હતા અને અચાનક વિમાન હલવા લાગ્યું હતું.

પહેલા તો લાખ્યું કે બધુ બરોબર છે પરંતુ પછી હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી.જ્યારે મેં સોહેલ સામે જોયું ત્યારે તે ઊંઘી રહ્યો હતો’. વધુમાં સલમાને કહ્યું કે, જ્યારે તેણે એર હોસ્ટેસને પ્રાર્થના કરતા જોઈએ ત્યારે હાલત ખૂબ જ ખરાબ થઈ અને ડરી ગયો હતો.આ દરમિયાન સલામન ખાનને લાગ્યું કે, હાલત વધારે ગંભીર છે. એર હોસ્ટેસ સાથે પાયલોટ પણ ટેન્શનમાં દેખાઈ રહ્યો હતો. સલમાને કહ્યું કે જ્યારે ઓક્સીજન માસ્ક નીચે પડ્યાં ત્યારે મને લાગ્યું કે, આવું તો મે માત્ર ફિલ્મોમાં જ જોયું છે.૪૫ મિનિટ પછી પ્લેન ડોલતું બંધ થયું ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો પરંતુ પછી ફરી ૧૦ મિનિટ માટે આવું થયું હતું. અમદાવાદની પ્લેન દુર્ઘટના માટે દુઃખ વ્યક્ત કર્યું અને પોતાનો ડરામણો અનુભવ શેર કર્યાે હતો.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.