અમદાવાદમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

File Photo
મીઠાખળી અંડરપાસ બંધ કરાયોઃ અન્ય અંડરપાસ પર કોર્પોરેશનના કર્મચારીઓ તૈનાત
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમરેલી, ભાવનગરમાં જનજીવન ખોરવાઈ ગયું છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ લાંબી રાહ જોયા બાદ આજે સોમવારે બપોર બાદ તોફાની પવન સાથે આકાશ વાદળછાયુ બની ગયું હતું અને સાંજ પડતા જ વરસાદ પડવાનો શરૂ થયો હતો.
શહેરમાં રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાહનચાલકો પણ ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. રાજ્યભરમાં પડેલા વરસાદ બાદ હવામાન વિભાગે રાજ્યમાં આગામી ૪ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેટલાક જિલ્લાઓમાં નદીઓની અંદર પૂર આવવાની પણ શક્યતા છે.
શહેરમાં મોડી સાંજે મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે.જેમા મોટા ભાગના વિસ્તારોમાં સાંજના સમયે ગાજવીજ સાથે વરસાજ પડ્યો છે. ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.શહેરના આશ્રમ રોડ વિસ્તારમાં ભારે વરસાદ સાંજના સમયે જોવા મળ્યો જેમા કારણે ઓફિસથી છૂટીને ઘરે જઈ રહેલા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા.
ભાર વરસાદને લઈને પાણી ભરાઈ જવાની સમસ્યાથી બચવા માટે લોકો જલ્દી ઘર તરફ જતા જોવા મળ્યા હતા. શહેરમાં લાબાં સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ગરમી અને ઉકળાટને કારણે લોકો કંટાળી ગયા હતા. જેના કારણે લોકો વરસાદની રાહ જોતા હતા. જોકે આજે તેમની રાહનો અંત આવ્યો છે. શહેરના પ્રહલાદનગર, મેઘાણીનગર , શાહીબાગ અને અસારવા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે.
જેમા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાને કારણે લોકોએ રાહતનો શ્લાસ લીધો હતો. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતની સાથે જ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગએ ગુજરાતમાં પૂરની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારેથી અતિભારે વરસાદના કારણે આગામી ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે. જે બાદ મેઘરાજા પણ હવે એક્ટિવ મૂડમાં જોવા મળી રહ્યા છે અને ઠેર-ઠેર ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જેના કારણે છેલ્લા ઘણા દિવસોથી મૂરઝાયેલા ખેડૂતોના ચહેરાઓ ખીલી ઉઠ્યા છે. છેલ્લા ૮ કલાકમાં જ રાજ્યના ૧૦૧ જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગર જિલ્લામાં પડ્યો છે.
ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ થતાં રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતની સાથે જ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ એ ગુજરાતમાં પૂરની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારેથી અતિભારે વરસાદના કારણે આગામી ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આગામી ૨૪ કલાક દરમિયાન રાજકોટ, જામનગર, પોરબંદર, ગીર, સોમનાથ, જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં પૂરની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ પર પણ પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે વરસાદની સિસ્ટમ મજબૂત બની રહી છે. આ સિસ્ટમ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. તો આવતીકાલે ગુજરાતમાં લો પ્રેશર સર્જાશે. જેથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે. અમદાવાદ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને વીજળીના ચમકારા સાથે અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડયા હતા
શહેરમાં મોડી સાંજે ૭ થી ૮ વાગ્યા દરમિયાન વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને માત્ર એક જ કલાકમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં સરેરાર ર૬.૭પ મી.મી. વરસાદ નોંધાયો હતો. શહેરના પૂર્વ ઝોનમાં આ સમયગાળા દરમિયાન ર૯.૦૮, પશ્ચિમ ઝોન-ર૩.૬૦, ઉ.પ.ઝોન- ૧૪.૩૮, દ.પ.ઝોન-૧૦.૧૦, મધ્યઝોન-ર૩.૭પ ઉત્તર ઝોન- ર૪.૬૭ અને દક્ષિણ ઝોનમાં ર૬.રપ એમ.એમ. વરસાદ માત્ર એક કલાકમાં પડયો હતો.
શહેરમાં સવારે ૬ વાગ્યાથી સાંજે ૮ વાગ્યા દરમિયાન સરેરાશ ર૭.૪૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. આ સાથે સીઝનનો કુલ વરસાદ ૬ ઈંચ થયો છે. શહેરમાં સાંજના સમયે થયેલ ભારે વરસાદના પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને મીઠાખળી અંડરપાસમાં દોઢ ફૂટ જેટલુ પાણી ભરાતા તેને બંધ કરવામાં ફરજ પડી હતી.