Western Times News

Gujarati News

અમદાવાદમાં છેલ્લા ૧૦ દિવસમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યામાં પાંચ ગણો વધારો

નવા ૧ર૪ કેસ નોંધાયાઃ એક્ટિવ કેસની સંખ્યા ૧૦૪૮

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહયા છે શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ દર્દીઓની સંખ્યા ૧૦૦૦ને પાર કરી ગઈ છે. છેલ્લા ૧૦ દિવસમાં એક્ટિવ દર્દીઓની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.

અમદાવાદ શહેરના નાગરિકો મચ્છર અને પાણીજન્ય રોગની સાથે સાથે કોરોના વાયરસની સામે પણ ઝઝુમી રહયા છે. શહેરમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક હદે વધારો થઈ રહયો છે. છેલ્લા ર૪ કલાક દરમિયાન કોરોનાના નવા ૧ર૪ નોંધાયા છે જયારે ૧ર૭ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૮૩૩ કેસ નોંધાયા છે જે પૈકી ૭૮૩ દર્દી સાજા થયા છે. જયારે એક્ટિવ દર્દીની સંખ્યા ૧૦૪૮ છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના ૮૦૦ એક્ટિવ કેસ છે મતલબ કે શહેરના એક્ટિવ દર્દીઓના ૮૦ ટકા કેસ માત્ર પશ્ચિમ વિસ્તારમાં જ જોવા મળી રહયા છે જે બાબત અત્યંત ચિંતાજનક માનવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કોરોનાના કારણે ૪ મહિલા દર્દીઓના મૃત્યુ થયા છે પરંતુ કોર્પોરેશન દ્વારા ર મરણ જ કન્ફર્મ કરવામાં આવ્યા છે. શહેરમાં ૪ જુનની સ્થિતિએ એક્ટિવ દર્દીઓની સંખ્યા ર૮૧ હતી જયારે ૧૪ તારીખના રિપોર્ટ મુજબ એક્ટિવ દર્દીઓની સંખ્યા ૧૦૪૮ તેનો મતલબ એ થાય છે કે માત્ર ૧૦ દિવસમાં કોરોનાના દર્દીઓમાં લગભગ પ ગણો વધારો થયો છે. કોરોનાના સૌથી વધુ એક્ટિવ દર્દી ઉત્તર પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે. જયારે સૌથી ઓછા એક્ટિવ કેસ મધ્યઝોનમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.