Western Times News

Gujarati News

અત્યાર સુધીમાં કુલ ૧૩૫ મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી 101 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

૧૨ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા  આવશે૫ પરિવારો સાથે તંત્ર સંપર્કમાં૧૭ પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં

સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આપી માહિતી

જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ ડીએનએ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે :- સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટડો.રાકેશ જોશી

Ahmedabad,  અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૧૩૫ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૦૧ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું.

મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ૧૨ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે૫ પરિવારો સાથે હોસ્પિટલ તંત્ર સંપર્કમાં છેજ્યારે ૧૭ પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છેએમ તેમણે ઉમેર્યું હતું.

ડો.રાકેશ જોશીએ જિલ્લા દીઠ સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી હતી. જેમાં વડોદરાના ૧૩અમદાવાદના ૩૦આણંદના ૯ભરૂચના ૪ગાંધીનગરના ૫મહેસાણાના ૫ખેડાના ૧૦સુરતના ૩અરવલ્લીના ૨દીવના ૪  તથા બોટાદજુનાગઢઅમરેલીમહીસાગરભાવનગરગીર સોમનાથનડિયાદ અને રાજકોટના ૧ તેમજ અન્ય રાજ્યોમાં ઉદેપુરના ૨જોધપુરના ૧પટનાના ૧ અને મહારાષ્ટ્રના ૪ મૃતકોના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.

ડો.રાકેશ જોશીએ ઉમેર્યું હતું કે ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓસ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.

જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશેએમ તેમણે જણાવ્યું હતું.

સાથે જતેમણે પરિવારજનો પાર્થિવ દેહ સ્વીકારવા આવે ત્યારે હાથ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરી અને કરવામાં આવેલી વ્યવસ્થા વિશે પણ માહિતી પૂરી પાડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.