Western Times News

Gujarati News

ટ્રમ્પનો ઈતિહાસના સૌથી મોટા ડીપોર્ટેશનનો આદેશ

દૈનિક ઓછામાં ઓછા ૩૦૦૦ લોકોની ધરપકડ કરાશે

લોસ એન્જેલસ, શિકાગો અને ન્યૂયોર્ક જેવા મોટા શહેરોમાં કરોડો લોકો ગેરકાયદે ઘૂસ્યા છે, તેમને હાંકવા જ પડશેઃ ટ્રમ્પ

નવી દિલ્હી,યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગેરકાયદે વસાહતીઓેને દેશનિકાલ કરવા હાથ ધરેલી કાર્યવાહીનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. અમેરિકામાં ઠેર-ઠેર હિંસક રમખાણો અને પ્રદર્શનો બાદ પણ ટ્રમ્પ નવી ઈમિગ્રેશન નીતિને ઢીલી બનાવવા તૈયાર નથી. તેમણે ડેમોક્રેટિસ શાસિત શહેરોમાં ડીપોર્ટેશનની કાર્યવાહીને સઘન તથા ઝડપી બનાવવા માટે તંત્રને સૂચના આપી છે. ટ્રમ્પે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (ICE) અધિકારીઓને આદેશ આપ્યો હતો.

જેમાં ઈતિહાસની સૌથી મોટી ડીપોર્ટેશન કાર્યવાહી માટે સત્તાનો મહત્તમ ઉપયોગ કરવા જણાવાયુ હતું. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ગેરકાયદે વસાહતીઓને દેશનિકાલ કરવાનું ધ્યેય હાસલ કરવા માટે ICE અધિકારીઓએ કોઈ કચાશ રાખવી નહીં.

લોસ એન્જેલસ, શિકાગો અને ન્યૂયોર્ક જેવા અમેરિકાના સૌથી મોટા શહેરોમાં કરોડો ગેરકાયદે વસાહતીઓ છે. તેમને ડીટેઈન કરી ડીપોર્ટ કરવાની કાર્યવાહી વધુ વ્યાપક બનાવવાની છે.વ્હાઈટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે અગાઉ જણાવ્યું હતું કે, ICE અદિકારીઓ દ્વારા દૈનિક ઓછામાં ઓછા ૩૦૦૦ લોકોની ધરપકડ કરવામાં આવશે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.