‘બોર્ડર ૨’માં દિલજીત દોસાંજની સાથે સોનમ બાજવા જોવા મળશે

‘બોર્ડર ૨’ ફિલ્મને લઈને નવું અપડેટ
‘બોર્ડર ૨’નું શૂટિંગ જૂનથી લઈને ઓગષ્ટની વચ્ચે થશે, જેમાં સની, વરુણ, દિલજીત, અહાન અને સોનમ સામેલ હશે
મુંબઈ,અનુરાગસિંહના દિગ્દર્શનમાં બની રહેલી ‘બોર્ડર ૨’ ફિલ્મમાં સની દેઓલની સાથે અહાન શેટ્ટી, દિલજીત દોસાંજ અને વરુણ ધવન પછી હવે સોનમ બાજવા પણ સામેલ થઈ ગયા છે. રિપોર્ટ મુજબ, સોનમ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને જૂનના અંત સુધીમાં શૂટિંગ શરુ કરશે.ફિલ્મ ‘બોર્ડર ૨’ અંગે લાંબા સમયથી નવા-નવા અપડેટ આવી રહ્યા છે. અનુરાગ સિંહની ડાયરેક્ટેડ – આ ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત, અહાન શેટ્ટી, દિલજીત દોસાંઝ અને વરુણ ધવન તો પહેલાથી જ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે સોનમ બાજવાએ આ મુવી જોઈન કરી લીધી છે.
રિપોર્ટ મુજબ, એ એક મહત્વની ભૂમિકા નિભાવશે. ફિલ્મના પ્રોડ્યુસર ‘સંદેશે આતે હૈં’ના ગાયક સોનુ નિગમે અરિજીતસિંહની સાથે રી-ક્રિએટ કરશે. એક રિપોર્ટ, સોનમ બાજવા આ ફિલ્મમાં પંજાબી યુવતિનો રોલ કરશે, જેનો ઈરાદો મજબૂત હોય. સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું કે, ‘બોર્ડર ૨’માં સોનમ બાજવા દિલજીત દોસાંજની સાથે જોવા મળશે. પહેલી ફિલ્મની જેમ આમાં પણ તેનો એક ઈમોશનલ એંગલ જોવા મળશે. દિલજીતની સાથે શૂટિંગ પૂણેમાં શરુ થઈ ગયું છે. બાકીના કલાકાર બે સપ્તાહમાં જોડાશે.
અહેવાલમાં જણાવ્યું કે, ‘બોર્ડર ૨’નું શૂટિંગ જૂનથી લઈને ઓગષ્ટની વચ્ચે થશે. જેમાં સની, વરુણ, દિલજીત, અહાન અને સોનમ સામેલ હશે. પ્રોડ્યુસર વરુણની સાથે એક લીડ એક્ટ્રેસની કાસ્ટ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. હજુ કાસ્ટિંગ પ્રોસેસમાં છે, જે જલતી પૂરી થશે. આ ફિલ્મ આગામી વર્ષે જાન્યુઆરી ૨૦૨૬માં પ્રજાસત્તાક દિવસના અવસર પર રિલીજ થશે. આ ફિલ્મનું ૬૦ ટકા શૂટિંગ પુર્ણ થઈ ચુક્યું છે અને બાકીનું ઓગષ્ટ સુધી પૂર્ણ થવાની આશા છે.
‘બોર્ડર ૨’ ફિલ્મને ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા પ્રોડ્યુસ કરી રહ્યા છે.૨૩ જાન્યુઆરી ૨૦૨૬માં ફિલ્મ રિલીજ થશે. ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આ ફિલ્મની સ્ટોરી હશે. એમાં જૂના કલાકારોની ટીમ નજર આવશે નહીં. ફક્ત સની દેઓલ જ હશે, જેના કારણે ફેન્સની નજર આ ફિલ્મ પર ટકેલી છે. સોનમ બાજવાએ હજુ હમણા જ રિલીજ થયેલી ‘હાઉસફૂલ ૫’માં જોવા મળી છે. જે સુપરહિટ રહી છે. SS1