Western Times News

Gujarati News

૮૦૦ કરોડથી વધુની છેતરપિંડી કરાઈ ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા રોકાણકારો સાથે

પ્રતિકાત્મક

(એજન્સી)નવીદિલ્હી, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા રોકાણકારોને મબલક રિટર્નનું વચન આપી છેતરપિંડી કરનારી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

તપાસ એજન્સીએ મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, અને ગુરૂગ્રામમાં સાત સ્થળો પર પીએમએલએ ૨૦૦૨ હેઠળ દરોડા પાડ્યા હતાં. જેમાં વિવિધ આપત્તિજનક દસ્તાવેજો, ડિજિટલ ડિવાઈસ મળી આવ્યા હતાં. જેમાં એક આંતરરાષ્ટ્રીય બ્રોકર્સની ટીમે ફોરેક્સ ટ્રેડિંગની આડમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરી રૂ. ૮૦૦ કરોડથી વધુનું કૌભાંડ કર્યું હોવાનો મોટો ખુલાસો થયો છે.

ઈડી દ્વારા ઓક્ટાએફએક્સ ટ્રેડિંગ એપ અને વેબસાઈટ નામના આંતરરાષ્ટ્રીય બ્રોકર્સના ઓનલાઈન ફોરેક્સ બિઝનેસ મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં ખુલાસો થયો હતો કે, તે ગેરકાયદે ઓનલાઈન ફોરેક્સ બિઝનેસના માધ્યમથી છેતરપિંડી કરી રહી હતી. ઓક્ટાએફએક્સ ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ મારફત રોકાણકારોને ઊંચુ રિટર્ન આપવાનું ખોટું વચન આપી છેતરપિંડી કરી હતી.

રોકાણકારોએ તેની વિરૂદ્ધ શિવાજી નગર પીએસ, પુણે ખાતે એફઆઈઆર નોંધાવી હતી. ઈડીની તપાસમાં જાણવા મળ્યું કે, ઓક્ટાએફએક્સ, મેસર્સ ઓક્ટાએફએક્સ ઈન્ડિયા પ્રા.લિ. સાથેની ભાગીદારીમાં આરબીઆઈની મંજૂરી વિના તે ભારતમાં કામ કરી રહ્યું હતું. તેણે ફોરેક્સ ટ્રેડિંગની આડમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરી હતી.

જેમાં પકડાઈ ન જાય તે માટે પોતાની વેબસાઈટનું યુઆરએલ છુપાવ્યું હતું અને યુઆરએલ ક્લોકિંગની મદદથી વેબસાઈટ અને એપ ઉભી કરી હતી. બાદમાં નકલી કેવાયસી કર્યું હતું. રોકાણ માટે શેલ કંપનીઓ (બનાવટી કંપની) પણ ખોલી હતી. તેમજ બનાવટી એકાઉન્ટ ખોલાવી રોકાણકારોનું ફંડ એકત્ર કર્યું હતું. રોકાણકારોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, તેમનું ફંડ સારી જગ્યાએ છે.

મોટું રિટર્ન મળશે. ફોરેક્સ ટ્રેડિંગની આડમાં રોકાણકારો પાસેથી એકથી ઓછા વર્ષમાં રૂ. ૮૦૦ કરોડ પડાવ્યા હતાં.ઈડીએ સ્પેનની સંપત્તિ સહિત કુલ ૧૬૦.૮ કરોડની સંપત્તિ ફ્રીઝ કરી છે. ઓક્ટાએફએક્સે પેમેન્ટ ગેટવેની ઓળખ છુપાવવા માટે યુઆરએલ માÂસ્કંગનો ઉપયોગ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.