Western Times News

Gujarati News

કાલોલ પોલીસે ૪ અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જીલ્લાના કાલોલ તથા હાલોલ તાલુકામાંથી ચોરાયેલા મોટરસાયકલોના ચોરીના ગુનાઓમાં કાલોલ પોલીસ દ્વારા મોટી સફળતા મળી છે. કુલ પાંચ મોટરસાયકલોનો અંદાજિત રૂ.૧,૦૦,૦૦૦/- નો ચોરીનો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે. સાથે સાથે અલગ-અલગ પોલીસ સ્ટેશનોના કુલ ૪ અનડિટેક્ટ વાહન ચોરીના ગુનાઓનો પણ ભેદ ઉકેલવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરી માટે પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી તથા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા ગુનાઓ ડીટેક્ટ કરવા તેમજ મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં હાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ સાથે કાલોલ એમ.જી.એસ. ચોકડી નજીક વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે બે શખ્સો બ્લેક એન્ડ વ્હાઈટ રંગની નંબર વગરની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને હાલોલ તરફ જતા રોકી તપાસ કરતાં તેઓ શંકાસ્પદ જણાયા. તેમ પાસે કોઇપણ પ્રકારના વાહન દસ્તાવેજો ન હતા. એન્જિન અને ચેસીસ નંબર ચકાસતાં ગાડી કાલોલ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૧૨૦૭૦૩૬૨૫૦૬૩૬/૨૦૨૫ કલમ ૩૦૩(૨) બીએનએસ મુજબ ચોરી ગયેલી હોવાનું બહાર આવ્યું.

આગળની પૂછપરછમાં આરોપીઓએ કબુલ્યું કે આ મોટરસાયકલ એક મહિના પહેલા હાલોલ વિસ્તારમાં હીરો શોરૂમ સામે ર્પાકિંગમાંથી લોક તોડી ચોરી કરી હતી. વધુમાં આરોપીઓની સઘન પૂછપરછ અને એલ.સી.બી.ની ટેકનિકલ મદદથી અન્ય વિસ્તારોમાંથી પણ ચોરેલી મોટરસાયકલોનો પર્દાફાશ થયો.
આ આધારે કુલ ચાર અલગ અલગ અનડીટેકટ ગુનાઓ ડીટેક્ટ કરીને વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.