Western Times News

Gujarati News

લાયન્સ ઈંગ્લિશ સ્કૂલમાં શિક્ષકો માટે શિક્ષણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું

(પ્રતિનિધિ) સિલવાસા, કેન્દ્ર શાસિત સંઘ પ્રદેશ સિલવાસા ખાતે આવેલી લાયન્સ ઈંગ્લિશ સ્કૂલ સેલવાસમાં ચાર દિવસ શિક્ષકો માટે સીબીએસઈ શિક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ચાર દિવસની તાલીમમાં શાળાના શિક્ષકોને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા.

શિક્ષકોને મૂલ્યાંકન અને મૂલ્યાંકનની પ્રક્રિયાઓને સક્ષમ બનાવવાના વિષય પર તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું મુખ્ય હેતુ આધુનિક શિક્ષણ પ્રમાણે શિક્ષકોને મૂલ્યાંકન તકનીક સમજાવવાનો તથા એક શિક્ષક વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શક બની રહે તે માટે હતો.

આ કાર્યક્રમમાં શિક્ષણ વિશેષજ્ઞ તરીકે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ડેવલાલી- નાસિક ના આચાર્યા શ્રીમતી ભાવિશા હીરાની, હોરીઝોન ઇન્ટરનેશનલ એકેડેમી- નાસિકના આચાર્યા શ્રીમતી પૂનમ સિંહ દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રભારી આચાર્યા શ્રીમતી નિરાલી પારેખે સ્વાગત ભાષણ અને પુષ્પગુચ્છ આપીને કરી.આ શિક્ષક નિષ્ણાતોએ અત્યંત સરળતાથી શિક્ષકો સમજી શકે તે રીતે મૂલ્યાંકનની પરંપરાગત પદ્ધતિઓથી આગળ વધીને બોર્ડ પરીક્ષાઓમાં સંક્ષિપ્ત મૂલ્યાંકન અને મૂલ્યાંકન વચ્ચેનો તફાવત, મૂલ્યાંકન ના પ્રકારો, બ્લુમ ટેક્ષોનોમી, મૂલ્યાંકન અને તેને મજબૂત બનાવવા હેતુ મૂલ્યાંકન માટે રૂબ્રિક બનાવટ તથા સ્વમૂલ્યાંકન વગેરે વિષયો દર્શાવવામાં આવ્યા.

શિક્ષકો ખૂબ જ ઉત્સાહિત થઈને આ બધું અવનવું શીખી રહ્યાં હતાં.આથી વધુ તેમણે શિક્ષકોને સમજાવ્યું કે અત્યારના સ્માર્ટ બાળકોને ભણાવવા સાથે ઈત્તર પ્રવૃત્તિઓ દર્શાવીને પણ તેમને ભણવામાં રુચિ પેદા કરી શકાય છે.

આ ચાર દિવસ દરમિયાન શિક્ષકો માટે અલ્પાહાર અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.શાળાના સંચાલકોને આશા છે કે આ તાલીમ દ્વારા શિક્ષકો મૂલ્યાંકન પ્રક્રિયાઓ સક્ષમતાથી સમજશે.અંતમાં શાળાના પ્રભારી આચાર્યા શ્રીમતી નિરાલી પારેખે નિષ્ણાંતોનો આભાર માન્યો અને સમૂહ ફોટા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.