પોરબંદરમાંથી ૧૧,૮૬૮ બોટલ દારૂ સહિત રૂ.૬૬ લાખનો મુદ્દામાલ ઝડપાયો

પ્રતિકાત્મક
પોરબંદર, પોરબંદરના બોખીરામાં રબારી સમાજની વાડીમાં આવેલા ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂ ભરેલા ટ્રકને લાવીને તેમાંથી એક બોલેરોમાં દારૂનું કટીંગ કરવામાં આવતું હતું ત્યારે મોડી રાત્રે બાતમી મળતા પોલીસ ત્રાટકી હતી
અને વિદેશી દારૂ, ટ્રક, બોલેરો, મોબાઈલ સહિત ૬૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા જ્યારે બંને વાહનના ડ્રાઈવરો દિવાલ કુદીને નાશી ગયા હતા તે ઉપરાંત માલ મંગાવનાર બોખીરાના ઈસમનું નામ ખૂલતા તેની સામે પણ ગુનો દાખલ ખથયો છે.
પોલીસે ટ્રકમાં તલાસી લેતા સીમેન્ટના પીઢીયાની આડશમાં છુપાવેલો વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. આજુબાજુમાં સ્થાનિક લોકો રેહતા હોવાથી મોટી માત્રામાં ટોળુ ભેકુ થવાની શક્યતા રહેલી હોવાથી દારૂના જથ્થાને નીચે ઉતારીને ગણતરી કરવી હિતાવહ નહી જણાતા બંને ઈસમોને પોલીસની વાનમાં બેસાડી ટ્રકને અને બોલેરોને ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા.
ત્યારબાદ તેની ગણતરી કરવામાં આવી હતી. કુલ ૧૧,૮૬૮ બોટલ દારૂ જેની કિંમત રૂ.૩૫ લાખ ૫૪ હજાર ૯૩૨ થવા જાય છે. તે કબ્જે કરવામાં આવી હતી. તથા ૨૫ લાખ રૂપિયાનો ટ્રક, પાંચ લાખ રૂપિયાનો બોલેરો અને ત્રણ મોબાઈલ સહિત કુલ રૂ.૬૬ લાખ ૫૪ હજાર ૯૩૨નો મુદ્દામાલ જપ્ત થયો હતો.
પોલીસે પકડાયેલા બંને ઈસમો દેવા જેઠા કોડીનાયતર અને કરમણ રૈયા કોડીયાતરની પુછપરછ કરતા તેઓએ એવી કબુલાત આપી હતી કે આ દારૂનો જથ્થો બોખીરામાં રહેતા દેવા લાદા મારૂએ મંગાવ્યો તો અને ટ્રક ડ્રાઈવર કે બોલેરો ડ્રાઈવરને તે ઓળખતા નથી તેમ જણાવતા પોલીસે બંનેના અજાણ્યા ડ્રાઈવરો, દારૂ ઉતારતા પકડાયેલા બે શખ્સો અને માલ મંગાવનાર સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી છે.