Western Times News

Gujarati News

ભરૂચ જિલ્લામાંથી ૪૪ બાંગ્લાદેશીઓ ઝડપાયા

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ ર્જીંય્ દ્વારા ચલાવવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનમાં સતત ૪૮ કલાક સુધીની શોધખોળ બાદ ૪૪ બાંગ્લાદેશીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી.

ભરૂચ જીલ્લામાં વિદેશી ઘુષણખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ભરૂચ ર્જીંય્ દ્વારા ચલાવવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનમાં ૪૮ કલાક સુધી સતત શોધખોળ ચાલી હતી.જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ૭ ટીમોએ કાર્યવાહી કરી હતી અને ૧૧ પુરુષો, ૧૮ મહિલાઓ અને ૧૫ બાળકો સહિત કુલ ૪૪ બાંગ્લાદેશી ઘુષણખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ તમામ વિદેશી નાગરિકો કઈ રીતે ગુજરાતમાં નિવાસ કરી રહ્યા હતા.હાલમાં તેમને ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે કે આ લોકો કઈ રીતે અને કોના સહારે રાજ્યમાં પ્રવેશ્યા અને તેઓના પરિચય કે દસ્તાવેજો છે કે નહીં તે દિશામાં પણ તપાસ તેજ કરાઈ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.