ઇરાનને અણુ બોંબની પરવાનગી આપી શકાય નહીં

મધ્યપૂર્વમાં તંગદિલીને વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ G7 સમીટને અધવચ્ચે છોડીને અમેરિકા રવાના થયાં હતાં
G7 દેશોનું ઇઝરાયલને સમર્થન, ઈરાનને આતંકનો સ્રોત ગણાવ્યો
કેનાનાસ્કીસ (કેનેડા),ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેના હવાઈ યુદ્ધ વચ્ચે કેનેડામાં જી-સેવન દેશોએ એક સંયુક્ત નિવેદન જારી કરીને ઇઝરાયેલને સમર્થન જારી કર્યું હતું તથા ઇરાનને મધ્યપૂર્વમાં અસ્થિરતા અને આતંકનો સ્રોત ગણાવ્યો હતો. નિવેદનમાં બંને દેશોને તંગદિલમાં ઘટાડો કરવાની હાકલ કરીને ભારપૂર્વક જણાવાયું હતું કે ઇરાનને અણુ બોંબની પરવાનગી આપી શકાય નહીં.
નિવેદનમાં જણાવાયું હતું કે નેતાઓ મધ્યપૂર્વમાં શાંતિ અને સ્થિરતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરે છે. આ સંદર્ભમાં અમે ખાતરી આપીએ છીએ કે ઇઝરાયલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. અમે ઇઝરાયલની સુરક્ષા માટે અમારા સમર્થનનો પુનરુચ્ચાર કરીએ છીએ. અમે નાગરિકોના રક્ષણના મહત્વને પણ સમર્થન આપીએ છીએ.
ઈરાન પ્રાદેશિક અસ્થિરતા અને આતંકનો મુખ્ય સ્ત્રોત છે. અમે સતત સ્પષ્ટ રહ્યાં છીએ કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર રાખી શકે નહીં.વિશ્વની આ આર્થિક શક્તિશાળી દેશોના નેતાઓ વધુમાં જણાવ્યું હતું કે અમે ઇરાન કટોકટીના ઉકેલ તથા ગાઝામાં યુદ્ધવિરામ સહિત મધ્યપૂર્વમાં તંગદિલીમાં પણ ઘટાડાનો અનુરોધ કરીએ છીએ. અમે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારો પર પ્રત્યે સતર્ક રહીશું અને બજાર સ્થિરતાને સુરક્ષિત રાખવા માટે સમાન વિચારધારા ધરાવતા ભાગીદારો સહિત સંકલન કરવા તૈયાર રહીશું. જી-સેવન સમીટ અધવચ્ચે છોડી દેતા પહેલા ટ્રમ્પે અન્ય નેતાઓ સાથે મળીને એક નિવેદન જારી કરીને જણાવ્યુ હતું કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર રાખી શકે નહીં અને ગાઝામાં યુદ્ધવિરામ સહિત મધ્ય પૂર્વમાં સંઘર્ષમાં ઘટાડો કરવાની જરૂર છે.
મધ્યપૂર્વમાં તંગદિલીને વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જી-સેવન સમીટને અધવચ્ચે છોડીને અમેરિકા રવાના થયાં હતાં. આની સાથે ટ્રમ્પે તેહરાન તાત્કાલિક ખાલી કરવાની પણ ચેતવણી આપી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે મારે પાછા આવવું પડશે, ખૂબ જ મહત્વપૂર્ણ કામ છે. યુએસ નેતાએ જાહેરાત કરી હતી કે તેહરાનને તાત્કાલિક ખાલી કરાવવું જોઈએ. તેમણે આની સાથે સાથે હિંસા રોકવા માટેના સમજૂતી અંગે આશાવાદ પણ વ્યક્ત કર્યાે હતો.
શિખર સંમેલનમાં ટ્રમ્પે ચેતવણી આપી હતી કે તેહરાનને ખૂબ મોડું થાય તે પહેલાં તેના પરમાણુ કાર્યક્રમને નિયંત્રિત કરવાની જરૂર છે. ઈરાની નેતાઓ વાત કરવા માંગે છે, પરંતુ તેમની પાસે તેમની પરમાણુ મહત્વાકાંક્ષાઓ પર કરાર પર કરવા માટે ૬૦ દિવસનો સમય હતો અને ઇઝરાયલી હવાઈ હુમલો શરૂ થાય તે પહેલાં તેઓ આમ કરવામાં નિષ્ફળ ગયા છે.ss1