Western Times News

Gujarati News

કરમસદના યુવકને સોનાના રૂપિયા ૯૩ લાખના પાર્સલ બાબતે ગોંધી રાખી માર્યાે

યુવકે ભાગી જઈ ફરિયાદ નોંધાવી

અક્ષય પટેલે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દેતાં સોનાના પાર્સલના રૂપિયા ૯૩ લાખ અટવાઈ પડ્યા હતા

આણંદ,આણંદ તાલુકાના કરમસદ ગામે રહેતા એક યુવકને અમેરિકા ખાતે હવાલાનું સોનાનું પાર્સલ ઉપાડવાની બાબતે નામજોગ ૧૩ શખ્સો તેમજ બીજા ૧૦ શખ્સોએ ભેગા મળી અપરણ કરી યુવકને બે અલગ અલગ ફાર્મ હાઉસ ઉપર ગોંધી રાખી માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપ્યાની ફરિયાદ પેટલાદ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ છે. જે બાબતે આણંદ એલસીબીએ આગળની તપાસ હાથ ધરી છે. દોઢેક વર્ષ પહેલાં પણ આ જ પ્રકારના હવાલા કૌભાંડ અંગે ફરિયાદ નોંધાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આણંદ તાલુકાના કરમસદ-જોળ રોડ ઉપર આવેલા ખોડીયાર મંદિર પાસે ૨૭ વર્ષીય મિહિર રામજીભાઈ રબારી પોતાના પિતા રામજીભાઈ ભીખાભાઈ રબારી, નાનાભાઈ સહિતના પરિવાર સાથે રહે છે અને પશુપાલન કરી જીવન ગુજરાન ચલાવે છે. મિહિર રબારી ને પેટલાદ તાલુકાના આશી ગામે રહેતા નિર્મલ કનભાઈ રબારી અને જયેશ મફતભાઈ રબારીએ નીલ પટેલ પાસેથી અમેરીકા ખાતેથી પાર્સલ ઉપાડી લઈને તેના પેટે કમીશન આપવાની લાલચ આપી હતી. જેથી જયેશના કહ્યા પ્રમાણે પોતાના આશી ગામના પરંતુ હાલમાં ન્યૂજર્સી અમેરિકા ખાતે રહેતા અક્ષય પટેલને મોકલવા તેના મારફતે પાર્સલ ઉપાડ્યું હતું.

ત્યારબાદ અક્ષય પટેલે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દેતાં સોનાના પાર્સલના રૂ ૯૩ લાખ અટવાઈ પડ્યા હતા.આ રૂ.૯૩ લાખની રકમ બળજબરીપૂર્વક કઢાવવા માટે નીલ પટેલ (મુળ રહે. બાયડ . હાલ રહે. વિદ્યાનગર) નિર્મલ કનુભાઈ રબારી, જયેશભાઈ મફતભાઈ રબારી, વિશાલ ભરવાડ (કરમસદ), સુરેશ ભરવાડ (વિદ્યાનગર), ભરત ભરવાડ, દેવાંગ ભરવાડ (બંને રહે.હાડગુડ), ભગીરથ ભરવાડ (રહે.બોરીયાવી), પ્રવીણ ભરવાડ (રહે.આણંદ), દિનેશ ભરવાડ, પ્રકાશ ભરવાડ (રહે વડોદરા) તેમજ અન્ય ૧૦ જેટલા શખ્સો સાથે ભેગા મળીને મિહિર રબારીનું અપહરણ કર્યું હતું અને અપહરણ કર્યા બાદ મિહિરને નિર્મલ રબારીના આશી ગામે આવેલા ફાર્મ હાઉસ ખાતે લઈ ગયા હતા. ત્યાં ગોંધી રાખીને તેને માર્યાે હતો.

પછી આશી ખાતેથી લઈ કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલ નજીક શાસ્વત બંગલોની જોડે આવેલ કનુ બામ્બાના ફાર્મ ઉપર પણ ગોંધી રાખીને બળજબરી કરીને મિહિરને માર્યાે હતો અને ગાળો બોલીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી સોનાના પાર્સલના રૂ ૯૩ લાખ કબુલી લેવા માટે દબાણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. બીજી તરફ ફાર્મ હાઉસની બહાર પોલીસની ગાડીઓની અવરજવર વધી જતા તમામ શખ્સો એક બાદ એક પોતાની ગાડીઓમાં બેસીને ત્યાંથી નીકળી ગયા હતા અને મિહિરને પણ એક ગાડીમાં બેસાડી દીધો હતો.

દરમ્યાન ચાલુ કારમાં માતર પરીએજના વિપુલ રબારીનો મીરિહી ઉપર ફોન આવ્યો હતો. અને તેણે પાર્સલ મારું છે તેના રૂ. ૮૮ લાખ આપી દેજે તેમ જણાવી ફોનમાં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. સમગ્ર બનાવ દરમ્યાન કરમસદ હોસ્પિટલ નજીક મિહિર કારમાંથી ઉતરી ગયો હતો અને એક એકટીવાની પાછળ બેસી જેમતેમ કરીને ત્યાંથી ભાગી છુટ્યો હતો. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.