Western Times News

Gujarati News

ભારતમાં ૨૦૩૦ સુધીમાં ઓઈલની માંગ રોજના ૧૦ લાખ બેરલ વધશેઃ IEA

ચીનમાં ઓઈલની માંગ

૨૦૨૪માં રોજના ૧.૬૬ કરોડ બેરલ હતીવિશ્વમાં ઓઈલની માંગ રોજના ૨૫ લાખ બેરલ વધીને ૧૦.૫૫ કરોડ બેરલ થશે તેવો અંદાજ

મુંબઈ,ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)એ મંગળવારે કહ્યું હતું કે ભારતનું અર્થતંત્ર સતત વિસ્તરી રહ્યું છે જેને પગલે ૨૦૩૦ સુધીમાં તેની ઓઈલની માંગમાં રોજના ૧૦ લાખ બેરલનો ઉમેરો થશે અને તેને કારણે જ વૈશ્વિક સ્તર પર ઓઈલની માંગમાં વૃદ્ધિ જોવાશે. ભારત વિશ્વનો ત્રીજા ક્રમનો સૌથી વધુ ઓઈલ વપરાશ અને આયાત કરતો દેશ છે. આઈઈએએ તેના લેટેસ્ટ રિપોર્ટમાં કહ્યું હતું કે ૨૦૩૦ સુધીમાં વિશ્વમાં ઓઈલની માંગ રોજના ૨૫ લાખ બેરલ વધીને રોજના ૧૦.૫૫ કરોડ બેરલ થશે તેવો અંદાજ છે.

કોઈ મોટા ડિસરપ્શન ન આવે તો ઓઈલ માર્કેટમાં ઓઈલનો સપ્લાય પણ રાબેતા મુજબનો રહેશે. છતાં મધ્યપૂર્વમાં ભૌગોલિક-રાજકીય જોખમો અને ટ્રેડ ટેન્શનને કારણે આઉટલૂક પર અસર થઈ શકે છે. રિપોર્ટ અનુસાર ભારતમાં ક્‰ડ ઓઈલની માંગ ૨૦૨૪માં રોજના ૫૬.૪ લાખ બેરલ છે, જે વધીને ૨૦૩૦ સુધીમાં ૬૬.૬ લાખ બેરલ થશે તેવો અંદાજ છે. આમ, તેમાં રોજના ૧૦ લાખ બેરલ જેવો ઉમેરો થશે તેવો અંદાજ છે. અન્ય કોઈપણ દેશની માંગમાં રોજની આટલી માંગ નહીં વધે. સ્થાનિક સ્તર પર ભારતમાં ઓઈલનું ઉત્પાદન ઘટી રહ્યું છે ત્યારે મોટાભાગની માંગ આયાતથી જ પૂરી કરવી પડી રહી છે.

રિપોર્ટ મુજબ વિશ્વમાં ઓઈલનો સૌથી વધુ વપરાશ કરતા દેશ અમેરિકામાં ઓઈલની માંગ ૨૦૨૪માં અને ૨૦૨૫માં રોજના ૨.૦૪ કરોડ બેરલ હતી જે ઘટીને ૨૦૩૦ સુધીમાં ૨.૦ કરોડ બેરલ થશે તેવો અંદાજ છે. ચીનમાં ઓઈલની માંગ ૨૦૨૪માં રોજના ૧.૬૬ કરોડ બેરલ હતી, જે હાલમાં તો વધી રહી છે અને ૨૦૨૭ સુધીમાં તે ૧.૬૯ કરોડ બેરલ થશે, પરંતુ પછી ઘટવાનું શરૂ થશે અને ૨૦૩૦ સુધીમાં માંગ ૧.૬૬ કરોડ બેરલ રહેશે તેવો અંદાજ છે.

IEAના મતે ૨૦૨૫માં સતત ચોથા વર્ષે ભારત વિશ્વમાં સૌથી ઝડપી વૃદ્ધિ કરતું અર્થતંત્ર રહેશે અને આ વર્ષે તે જાપાન કરતાં આગળ નીકળી જશે. તમામ ફ્યૂઅલની માંગ વધશે. જેટ ફ્યૂઅલ/કેરોસીનની માંગ સૌથી ઝડપી વધશે અને દર વર્ષે તેમાં ૬ ટકાના દરે વૃદ્ધિ જોવાશે. ગેસની માંગ પણ વાર્ષિક ૪ ટકાના દરે વધતી જશે. સીએનજી કારનું પ્રમાણ હજી ઘણું ઓછું હોવાથી તેમાં વૃદ્ધિની વ્યાપક સંભાવના છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.