આલિયા ભટ્ટની સફળતા કરણ જોહરને આભારી : વામિકા ગબ્બી

ઐશ્વર્યા પછી વામિકાએ કહ્યું
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં વામિકા ગબ્બીને પૂછાયું હતું કે તેને આલિયા પાસેથી શું ચોરવું ગમશે?
મુંબઈ, આલિયા ભટ્ટે કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને પછી ‘હાઇવે’, ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાં’ જેવી ફિલ્મથી તે ઘણી લોકપ્રિય થઈ હતી. આજે તેણે એક એવી એક્ટ્રેસ તરીકે નામ બનાવી લીધું છે, જે બોક્સ ઓફિસ પર સફળતાના પ્રોમિસ આપે છે. પરંતુ તેણે શરૂઆત કરી ત્યારથી તેની એક બાબતે ટીકા થતી રહી છે, કે ઇન્ડસ્ટ્રીમાં કરણ જોહર તેનો ગોડફાધર છે અને તેને વધાર પડતો સહકાર આપે છે. આ પહેલાં ઐશ્વર્યા રાય, સોનાક્ષી સિંહા જેવી એક્ટ્રેસ જાહેરમાં કહી ચૂકી છે કે આલિયાની તેની સમગ્ર સફરમાં કરણ જોહર તરફથી મદદ મળી છે. હવે વામિકા ગબ્બીએ પણ આડકતરી રીતે કહ્યું છે કે તેનું ચાલે તો તે આલિયા પાસેથી કરણને ચોરવા માગે છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં વામિકા ગબ્બીને પૂછાયું હતું કે તેને આલિયા પાસેથી શું ચોરવું ગમશે? ત્યારે વામિકાએ કહ્યું હતું, “કરણ જોહર”. આગળ વામિકાએ આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું, “કારણ કે તેનાથી તેને સૌથી વધુ સહકાર મળતો રહ્યો છે અને મને લાગે છે કે તમારી સાથે કોઈ આટલું પાવરફુલ, ટેલેન્ટેડ અને એ સ્તરની વ્યક્તિ હોય તો અને એ વ્યક્તિ તમને તમે કરો છો એટલો જ પ્રેમ કરતી હોય તો – એ સુંદર વાત નથી?” આગળ તેણે એમ પણ કહ્યું કે તે અનન્યાની ત્વચા ચોરવા માગે છે, કિર્થી સુરેશની માનવતા, વરુણ ધવનની એનર્જી, શાહરુખ ખાનનો વારસો અને ક્રિતિ સેનની હાઇટ ચોરવા માગે છે.વામિકાની આ વાત પર કેટલાંક લોકોને ઐશ્વર્યાનું નિવેદન યાદ આવી ગયું હતું.
એક વ્યક્તિએ લખ્યું હતું, “એશની દિકરી વામિકામાં નેપો ચાપલુસ કરતાં વધુ હિંમત છે.” તો એક વ્યક્તિએ લખ્યું, “ઐશ્વર્યા, કંગના, ક્રિતિ અને હવે વામિકા. આલિયાને લોકો ખુલ્લી પાડતાં જ રહે છે.”અગાઉ ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આલિયાને ઘણો ફાયદો થાય છે. તેણે કહ્યું હતું,“મેં આલિયાને પણ આ વાત કહી છે, તારા માટે આ બહુ જોરદાર વાત છે, કે શરૂઆતથી જ કરણે તેને ઘણી મદદ કરી છે. તમને આ રીતનો સહકાર મળતો હોય એ ઘણી ચિંતામુક્ત રાખતી વાત છે. તેના કારણે તમે લાંબા સમય સુધી ચિંતામાં નથી રહેતા. એક કલાકાર તરીકે આ બહુ સારી વાત છે, કારણ કે તેમાં તમને ભવિષ્યમાં સારું કામ અને સારી તકો જ મળશે. આ સારી તકો સાથે તે સારું કામ કરે છે, તે પણ મહત્વની વાત છે. એ આ તકોમાં નિયમિત સારું પ્રદર્શન કરતી રહી છે તે સારી વાત છે.”ss1