Western Times News

Gujarati News

નિર્ભયા કેસ: દોષિતોના વકિલ દ્રારા ફાંસીને મુલતવી રાખવાની કોર્ટમાં અરજી

નવીદિલ્હી, ૨૦૧૨ દિલ્હી ગેંગરેપ અને હત્યા કેસમાં શરુઆતથી અત્યાર સુધી આવેલા વળાંકો જોવામાં આવે તો, તે વાત સ્પષ્ટ છે કે, નિભર્યા કેસનાં તમામ ફાંસી આપવામાં આવેલા ચાર દોષિતો અને તેના વકિલ દ્વારા કોઇને કોઇ કાનુની આડ લઇ ફાંસીની સજાને ટાળવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ વાતને પૂર્વે પણ પુષ્ટી મળી છે અને ફરી એકવાર આ મામલે પુષ્ટ થયો છે કે તમામ આરોપી ફાંસીની સજાથી બચવા કોઇને કોઇ પેંતરા અજમાવી રહ્યા હોય.

નિર્ભયા કેસમાં બીજો નવો વળાંક આવ્યો છે. દોષિતોના વકીલે ૧ ફેબ્રુઆરીએ ફાંસીની સજા પર રોક લગાવવા માટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટનો સંપર્ક કર્યો છે. દિલ્હીનાં માધ્યમો અનુસાર, નિર્ભયા કેસમાં ફાંસીની સજા અપરાધી અને હાલ તિહાર જેલમાં કેદ ભોગવી રહેલા દોષિતોના વકિલ દ્રારા ૧ ફેબ્રુઆરીનાં રોજ ફાંસીને મુલતવી રાખવાની અરજી દિલ્હી કોર્ટમાં કરી છે.
અપરાધીનાં એડ્‌વોકેટ એ.પી.સિંહે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે, દિલ્હી જેલના નિયમ મુજબ ચારમાંથી કોઇ એક જ ગુનેગારને ફાંસી આપી શકાશે નહીં, નિયમ મુજબ તમામ ચાર અપરાધીઓ કાનુની રાતે પોતાને ઉપલબ્ધ દયાની અરજી સહિતના તમામ કાનૂની વિકલ્પોનો પ્રયાસ નહીં કરે.ગઇકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા અપરાધી મુકેશ સિંહની રાષ્ટ્રપતિને કરવામાં આવેલ દયાની અરજીને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા બાદ એવી અટકળો ચાલુ થઇ હતી કે મુકેશસિંહને ફાંસી આપવાનો રસ્તો હવે ખુલ્લો થઇ ગયો છે, માટે ૧ ફેબ્રુઆરીએ તેને તો ફાંસી આપી જ દેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.