Western Times News

Gujarati News

પુજા બેનર્જી અને કુનાલ વર્માની વિરુદ્ધ કિડનેપિંગ અને શોષણની ફરિયાદ નોંધાઈ

શ્યામ સુંદરની પત્ની માલવિકા ડે દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

શ્યામે કહ્યું તેને અંબર વિલા લઇ જવાયો અને શરૂઆતમાં તેને પહેલાં માળે રખાયો પછી તેને ઉપરના માળે લઈ જવાયો હતો

મુંબઈ, થોડાં દિવસ પહેલાં પુજા બેનર્જી અને કુનાલ વર્માએ એક વ્લોગમાં તેમને તેમના નજીકના વિશ્વાસુ વ્યક્તિ તરફથી દગો મળ્યાની વાત કરી હતી. તેમની સાથે આર્થિક છેતરપિંડી થઈ હોવાનો દાવો કર્યાે હતો. હવે બંગાળી ફિલ્મ પ્રોડ્યુસર શ્યામ સુંદર ડે તરફથી તેમના પર ગોવામાં તેના કિડનેપિંગ, શારિરીક તેમજ આર્થિક શોષણની ફરિયાદ નોંધાવવામાં આવી છે. શ્યામ સુંદરની પત્ની માલવિકા ડે દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ અંગેના કેટલાંક અહેવાલો મુજબ, શ્યામે કહ્યું છે કે તેમનો પરિવાર ગોવાથી નીકળ્યો પછી તેમણે કોઈ કામ માટે ગોવામાં રોકાવાનું નક્કી કર્યું.

શ્યામનો દાવો છે કે જ્યારે એક દિવસ એ કોઈ ભાડાની કાળી જગુઆર ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે, “એ લોકો ખબર નહીં ક્યાંથી આવી ગયા અને મને જબરદસ્તી ગાડી ઉભી રાખવા કહ્યું.” પછી બે માણસોએ તેને ગાડીમાંથી બહાર નીકળવા કહ્યું, તેની શ્યામે ના પાડી. જ્યારે તેણે પુજાને તેમની સાથે જોઈ તો તેણે પોતાના હથિયાર હેઠા મુકી દીધાં, તેને લાગ્યું કે આ કોઈ ગેરસમજ હશે.શ્યામે કહ્યું તેને અંબર વિલા લઇ જવાયો અને શરૂઆતમાં તેને પહેલાં માળે રખાયો પછી તેને ઉપરના માળે લઈ જવાયો હતો. તેણે કુણાલ પર આક્ષેપ કરતા એવું પણ કહ્યું, “હું ૧થી ૪ જૂન સુધી એ ઘરમાં રહ્યો. મને બહાર નીકળવા દેવાયો નહીં.

દરરોજ હું પુજા અને કુનાલ સાથે દલીલો કરતો, મેં તેમને કહ્યું અમે પરિવાર જેવા છીએ અને તેમને મને છોડી દેવા માટે આજીજી કરી. પરંતુ મને માત્ર ધમકીઓ મળી. મે પુજાને કહ્યું, “તારો પતિ મને મારે છે, ઠીક છે. પરંતુ તારી સામે મને બીજા લોકો મારે છે, અને તું ચુપ છે?” આવું કઈ રીતે યોગ્ય છે.”શ્યામે આગળ કહ્યું, “હું એવું નથી કહેતો કે એ લોકો જે રકમ માગે છે તે કિડનેપિંગ માટેનું વળતર છે.

હા અમારા કેટલાંક કામના વ્યવહારો પણ હતા. પરંતુ ધંધામાં કોઈ નુકસાન કે બાકી નીકળતી રકમ આ ગાંડપણને વ્યાજબી ઠેરવી શકે નહીં. શોષણ અને કિડનેપિંગ ક્યારેય કશું પણ સરભર કરવા માટેનો વિકલ્પ ન હોઈ શકે. જે થયું એના માટે કોઈ જ દલીલ ન ચાલે.” જે કંઈ પણ થયું એના માટે માલવિકાએ ફેસબૂક પર એક લાંબી પોસ્ટ લખી હતી. જેમાં શ્યામ પર શારિરીક અને માનસિક શોષણના પણ આક્ષેપ કર્યા હતા. માલવિકાએ એફઆઈઆરની નકલની તસવીરો ફેસબૂક પર મુકી હતી, તેમાં વોટ્‌સએપ ચેટ અને આર્થિક વ્યવહારોના દસ્તાવેજ પણ હતા. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.