સલમાનની ‘સિકંદર’ને પાઇરસીના કારણે રૂ.૯૧ કરોડનું નુકસાન થયું

પ્રોડક્શન હાઉસ દ્વારા ડિજીટલ પાઇરસી ઇન્શ્યોરન્સ કવરમાં ફેરફાર કરવા બાબતે ફેરવિચારણા કરવામાં આવી રહી છે
મુંબઈ,આજકાલ કોઈ પણ ફિલ્મ સામે થિએટરમાં ઓછા આવતા ઓડિયન્સ કરતાં મોટો પ્રશ્ન ડિજીટલ પાઇરસીનો છે. ત્યારે તાજેતરમાં સાજીદ નડિયાદવાલાનાં પ્રોડક્શન હાઉસ નડિયાદવાલા ગ્રાન્ડસન્સ એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અત્યાર સુધીનો સૌથી મોટો ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવામાં આવ્યો છે, જેમાં પાઇરસી સંબંધિત નુકસાન બાબતે ૯૧ કરોડ રૂપિયાનો દાવો કરવામાં આવ્યો છે. આ પાઇરસી ઇન્શ્યોરન્સ ક્લેઇમ સલમાન ખાનની ‘સિકંદર’ માટે કરવામાં આવ્યો છે.
કેટલાંક સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પ્રોડક્શન હાઉસ દ્વારા ડિજીટલ પાઇરસી ઇન્શ્યોરન્સ કવરમાં ફેરફાર કરવા બાબતે ફેરવિચારણા કરવામાં આવી રહી છે.જેથી આ નુકસાનન અંગે વધુ અભ્યાસ કરી શકાય. સુત્રએ જણાવ્યું, “કઈ હદ સુધી ફિલ્મ લીક થઈ છે અને તેનાં પરિણામો શું હોઈ શકે અને ફિલ્મની આવકમાં શું અસર થશે, તેનું મુલ્યાંકન કરવા માટે એક ઓડિટ પણ કરવામાં આવ્યું છે. આ મુદ્દે અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા એક વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ૯૧ કરોડનો દાવો કરવામાં આવ્યો છે.”
ઇન્ડસ્ટ્રીનાં અંદરના સૂત્રોના મતે આ રૂ.૯૧ કરોડનો આંકડો તુલનાત્મક મોડેલિંગ અને બજાર બેન્ચમાર્કિંગના સંયોજનનો ઉપયોગ કરીને મેળવવામાં આવ્યો હતો. જેમાં ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાંની આવક, થિએટર દીઠ કેટલાં શો મળ્યા અને લોકોને ફિલ્મ કેટલી ગમી તેમજ પ્રદેશ દીઠ આવકને ફિલ્મ લીક થવાથી કેટલો ફરક પડ્યો તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ પર ગેરકાયદેસર ડાઉનલોડ્સ અને સ્ટ્રીમ્સના પ્રમાણને ટ્રેક કરવા માટે ડિજિટલ ફૂટપ્રિન્ટ ટ્રેસિંગ ટૂલ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. આ અંગે સુત્રોએ જણાવ્યું, “આવા ઓડિટમાં ઘણીવાર ટિકિટ જ્યાંથી ખરીદાય છે એવાં પ્લેટફોર્મ, ડિસ્ટ્રિબ્યુટર્સ તરફથી મળતા પ્રતિસાદ અને પાઇસી પ્રસારના ફોરેન્સિક ટ્રેસિંગના ડેટાનો આધાર લેવામાં આવે છે. ૯૧ કરોડ રૂપિયાનો આંકડો મનસ્વી નહોતો – તે સંભવિત થિયેટર અને ડિજિટલ આવકના આધારે નક્કી થયો છે.”એવું પણ જાણવા મળ્યું કે સિકંદર ફિલ્મ વિવિધ મેસેજિંગ પ્લેટફર્મ પર એક ઇન્ક્રિપ્ટેડ મેસેજ સાથે ફરતી હતી. કેટલાંક કેસમાં તો ફિલ્મ રિલીઝ પહેલાં જ વાયરલ થઈ ગઈ હતી.
સુત્રએ આગળ જણાવ્યું, “આ કોઈ નાનું મોટું લીકેજ નહોતું. ખુબ મોટાં પ્રમાણમાં આ ફિલ્મ વાયરલ થઈ ગઈ હતી. તેની બોક્સ ઓફિસ પર મોટી અસર પડી હતી.”આ લીક તમિલરોકર્સ, મૂવીરુલ્ઝ, ફિલ્મીઝિલા અને ઘણા ટેલિગ્રામ ગ્›પ જેવા કુખ્યાત પાઇરેસી પ્લેટફોર્મ્સ દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું, જે બધાએ ફિલ્મની સત્તાવાર રિલીઝ પહેલાં જ સંપૂર્ણ ફિલ્મ ગેરકાયદેસર ડાઉનલોડ અને સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ કરાવી હતી. પાઇરસી દ્વારા લીક થયેલી ફિલ્મ સેન્સરની મંજુરી પછી બની હોય એવું લાગતું હતું અને તેમાં પહેલાં ડિલીટ થયેલાં સીનની ફૂટેજ, રિલીઝ થયેલી ફિલ્મમાં નહોતી એ પણ ઉમેરવામાં આવી હતી.આ અંગે સુત્રએ જણાવ્યું કે, “ઘણા સીનમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ગમે તેવું હતું. એવા પણ ઘણા સીન હતા જે રિલીઝ થયેલી ફિલ્મમાં તો હતાં જ નહીં.ss1