મ્યુનિ. કોર્પોરેશને ફુટ ઓવર બ્રિજ PPP ધોરણે બનાવવા માટે નવી પોલીસી જાહેર કરી

પ્રતિકાત્મક
શૈક્ષણિક સંસ્થાઓ પાસે ફુટ ઓવર બ્રિજના કામને પ્રાથમિકતા આપવામાં આવશેઃ દેવાંગ દાણી
એજન્સીએ જાહેરાતના હક સામે તેટલા જ સમયગાળા દરમિયાન ફુટ ઓવર બ્રિજ ઓપરેશન મેનેન્ટન્સ કરવાનું રહેશે.
અમદાવાદ (પ્રતિનિધી), અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા જુદા જુદા સ્થળે રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ ફુટઓવર બ્રિજ બનાવવામાં આવે છે મ્યુ.કોર્પોરેશન દ્વારા શાહીબાગ અને કેમ્પ હનુમાન મંદિર પાસે ફુટ ઓવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે
જ્યારે એસ.જી. હાઈવે વધુ પાંચ વધુ ઓવર બનાવવા માટે મંજુરી આપવામાં આવી છે કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ સ્થળો પર પીપીપી ધોરણએ ફુટ ઓવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. જેને ધ્યાનમાં લઈને ભવિષ્યમાં ફુટ ઓવર બ્રિજ તૈયાર થશે.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટી દરમિયાન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ ફુટ ઓવર બ્રિજ બનાવતા પહેલા સરકાર માન્ય સંસ્થા પાસે પેલેસ્ટીયન સર્વે કરવામાં આવશે. તેમજ એજ્યુકેસન ઈન્સ્ટીટ્યુટ પાસે ફુટ ઓવર બ્રિજ તૈયાર કરવાની દરખાસ્ત થશે અને તો તેને પ્રાથમિકતા આપવામાં આવસે ફુટ ઓવર બ્રિજની ડિઝાઈન દિવ્યાંગ વ્યક્તિ ઉપયોગ કરી શકે તે મુજબ કરવાની રહેશે.
નેશનલ હાઈવે પર આ પ્રકારના બ્રિજ તૈયાર કરવામાં આવે તો રોડથી ક્લિયર ૬ મીટરની ઉંચાઈ રાખવામાં આવશે. જે એન્જસી દ્વારા ફુટ ઓવર બ્રિજ પીપીપી ધોરણે તૈયાર કરવામાં આવશે તેને વધુમાં વધુ ૧૫ વર્ષના એડવેટાઈઝ રાઈટ્સ આપવામાં આવશે. જે એજન્સીને કામ સોંપવામાં આવશે તેણે ટ્રાફિક પોલીસ અને અન્ય ડિપાર્ટમેન્ટની એનઓસી સ્વખર્ચે લેવાની રહેશે.
તેમજ કન્ટ્રક્સનની કામગીરી દરમિયાન હયાત સ્કટ્રકચર અને વાહનો અને રાહદારીઓની સુરક્ષા અંગેની વ્યવસ્થા પણ કરવાની રહેશે. એજન્સીએ જાહેરાતના હક સામે તેટલા જ સમયગાળા દરમિયાન ફુટ ઓવર બ્રિજ ઓપરેશન મેનેન્ટન્સ કરવાનું રહેશે.
ફુટ ઓવર બ્રિજ પર લાઈટ, લીફ્ટ તેમજ આનુષાંગિક ઈલેકટ્રીક આઈટમો તેમજ ઓપરેશન મેનેન્ટન્સ માટે લાઈટ વિભાગના ઈજનેર અધિકારીની મંજુરી લેવાની રહેશે. ફુટ ઓવર બ્રિજ માટે મળેલ જાહેરાતના હક્ક સમય ગાળા દરમિયાન લાઈટ બિલ, સાફ સફાઈ કલરકામ, સિક્યુરિટી, ઈન્સ્યુરેન્સ વગેરે પીપીપી એજન્સીએ ભોગવવાનો રહેશે.
અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્વારા હાલ એસ.જી.હાઈવે પર વૈષ્ણવ દેવી સર્કલ, ગોતા ફ્લાય ઓવર, થલતેજ એન્ડર પાસ્ટ, એરપોર્ટ રોડના આઈકનોકીક રોડ પર કૃષ્ણનગર જંકશન પર અને ઈસ્કોન ફલાઈ ઓવર પાસે પીપીપી ધોરણે ફુટ ઓવર બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.