Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટીએ બગીચા વિભાગની ટેન્ડર શરતમાં સુધારો કરી રૂ.૫ કરોડનો ટેક્સ બચાવ્યો

મ્યુનિ ટેક્સ વિભાગ દ્વારા દિવ્યાંગ વ્યક્તિ વાહનની ખરીદી કરે તો માત્ર એક જ વખત તેને કર મુક્તિ આપવામાં આવશે.

વાસણામાં રિંડીંગ રૂમ અને ચાંદખેડામાં શાળા તૈયાર કરવામાં આવશે

અમદાવાદ, (પ્રતિનિધી) અમદાવાદ મ્યુનિસિપલ બગીચા વિભાગ દ્વારા મિયાવા પધ્ધતીથી વૃક્ષારોપણ કરવામાં આવેલ ગેરરિતીને પકડી સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને સુધારા સાથે મંજુરી આપતા કોર્પોરેશની તિજોરીના કરોડો રૂપિયાના બચત થઈ છે. દિવ્યાંગો માટે વ્હીલકલ ટેકસ શરતોમાં ફેરફાર કરવામાં આવશે ઉપરાંત ચાંદખેડા વિસ્તારમાં અદ્યનત સ્કુલ બનાવવામાં આવશે.

મ્યુનિસિપલ બગીચા વિભાગ દ્વારા વૃક્ષારોપણ માટે રોપા ખરીદવા ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રોપા ખરીદીની સાથે મેન્ટેન્સનું કામ આપવાની શરતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેના કારણે કોર્પોરેશનની તિજોરી પર રૂ.૧૨.૫૦ કરોડનું ભારણ આવે તેમ હતું. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ કોર્પોરેશનની તિજોરી આર્થિક નુકશાન થાય તે બાબત સ્વિકાર્ય નથી.

તેથી બગીચા વિભાગના અધિકારીઓને રોપા ખરીદી અને મેન્ટેન્સ એમ બે અલગ અલગ વર્ક ઓર્ડર આપવાના સુધારા સાથે દરખાસ્ત મંજુર કરવામાં આવી છે જેના કારણે રોપા ખરીદીની રકમ રૂ.૧૪ કરોડ ઉપર ૧૮ ટકા લેખે જીએસટીની બચત થશે.

મ્યુનિ ટેક્સ વિભાગ દ્વારા દિવ્યાંગ વ્યક્તિ વાહનની ખરીદી કરે તો માત્ર એક જ વખત તેને કર મુક્તિ આપવામાં આવશે. હવે આ પોલીસીમાં સુધારો કરવામાં આવશે તેમજ કોઈ ચોક્કસ રકમ નક્કી કરવામાં આવશે. તે રકમ સુધીની ખરીદીમાં કર મુક્તી આપવામાં આવશે. જેના કારણે વાહન એક કે તેથી વધુ વખત ખરદીશે તો તેનો લાભ જે તે વ્યક્તિને મળી રહેશે.

મ્યુનિ. કોર્પોરેસન દ્વારા વાસણા વોર્ડમાં રૂ.૨.૯૦ કરોડના ખર્ચથી લિવિંગ રૂમ તથા સિટીસિવીક સેન્ટર બનાવવામાં આવશે. જેમાં ગ્રાઉન્ડ ફલોર પર સિટી સિવીક રૂમ, ટોઈલેટ વેગેરેની સુવિધા રહેશે જેમાં પહેલા માળે ૧૧૨ વિદ્યાર્થીની ક્ષમતા વાળો લિવંગ રૂમ અને ઈ લાયબ્રેરી બનાવવામાં આવશે.

આ બિલ્ડીમાંગ ૧૦૫ ટુ વ્હીલર અને આઠ ફોર વ્હીલ પાર્ક થઈ શકે તેની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવશે આ ઉપરાંત ચાંદખેડા વોર્ડમાં રૂ.૪.૭૫ કરોડના ખર્ચથી અદ્યનત સ્કુલ બનાવવામાં આવશે. જેમાં ૪૦ વિદ્યાર્થીઓની ક્ષમતા વાળા કુલ ૨૪ કલાસરૂમ બનાવવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીની સુવિધા માટે કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, સેનિટેશન બ્લોક, વગેરે પણ તૈયાર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.