Western Times News

Gujarati News

દુનિયાની ટોપ યુનિવર્સિટીઓમાં ભારત દેશની ૫૦નો સમાવેશ

આઈઆઈટી દિલ્હીની મોટી છલાંગ

ભારત ૫૪ યુનિવર્સિટી સાથે ચોથા સ્થાને છે, જે અમેરિકા (૧૯૨), યુકે (૯૦) અને ચીન (૭૨) પછી આવે છે

મુંબઈ,QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ ૨૦૨૬ ની યાદી જાહેર કરવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે લગભગ ૫૦% ભારતીય યુનિવર્સિટીઓના રેન્કિંગમાં સુધારો થયો છે, જેમાં ભારતમાં IIT દિલ્હી ટોચ પર છે. વૈશ્વિક સ્તરે, મેસેચ્યુસેટ્‌સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT‌) એ આ વર્ષે ૧૪મી વખત ‘વર્લ્ડ બેસ્ટ યુનિવર્સીટી’નું સ્થાન જાળવી રાખ્યું છે.

આ વર્ષે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી (IIT‌ દિલ્હી) આ યાદીમાં ૧૨૩મા સ્થાને છે, વર્ષ ૨૦૨૫ માં તેનું સ્થાન ૧૫૦મુ હતું. આઠ વર્ષમાં પહેલી વાર, IIT દિલ્હી QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ ૨૦૨૬ માં IIT બોમ્બેને પાછળ છોડીને ટોચની યુનિવર્સીટી બની IIT બોમ્બે ગયા વર્ષે ભારતની ટોપ યુનિવર્સીટીમાં ૧૧૮મા રેન્કિંગ સાથે પ્રથમ સ્થાને હતું. જે હવે ૧૧ ક્રમ નીચે આવીને ૧૨૯મુ સ્થાન ધરાવે છે. આ ત્રણ પછી,IIT ખડગપુર અને IISc બેંગ્લોરે ચોથું અને પાંચમું સ્થાન મેળવ્યું છે.

દિલ્હી યુનિવર્સિટી (DU) એ પણ તેના રેન્કિંગમાં સુધારો કર્યાે છે. તે હવે ૩૨૮મા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે ગયા વર્ષે તે ૪૦૭મા સ્થાને હતી. આ વર્ષે ભારતની ૮ નવી યુનિવર્સીટીને રેન્કિંગમાં સામેલ કરવામાં આવી છે. જેના કારણે હવે ભારતની કુલ ૫૪ યુનિવર્સિટી QS રેન્કિંગ લિસ્ટમાં સામેલ છે. આ રીતે, ભારત ૫૪ યુનિવર્સિટી સાથે ચોથા સ્થાને છે, જે અમેરિકા (૧૯૨), યુકે (૯૦) અને ચીન (૭૨) પછી આવે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.