Western Times News

Gujarati News

અનુરાગ કશ્યપ સાથે તુલના થતા વિવેક અગ્નિહોત્રીનું ચર્ચાસ્પદ નિવેદન

હું એની જેમ પીતો નથી’ એક પોડકાસ્ટમાં વિવેકને કહેવામાં આવ્યું હતું કે ઘણા લોકો તમને રાઈટ વિંગના અનુરાગ કશ્યપ સમજે છે

મુંબઈ, ધ તાશકંદ ફાઈલ્સ અને ધ કાશ્મીર ફાઈલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની વધુ એક ફિલ્મ રિલીઝ આવી રહી છે. વિવેકની આગામી ફિલ્મનું નામ ધ બંગાળ ફાઈલ્સ છે. વિવેકના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હવે વિવેકે એક ઈન્ટરવ્યુમાં પોતાની ફિલ્મો વિશે વાત કરી છે. આ સાથે જ તેણે એ લોકોને પણ જવાબ આપ્યો છે જેઓ અનુરાગ કશ્યપ સાથે તેની તુલના કરી રહ્યા છે. એક પોડકાસ્ટમાં વિવેકને કહેવામાં આવ્યું હતું કે ઘણા લોકો તમને રાઈટ વિંગના અનુરાગ કશ્યપ સમજે છે. આના જવાબમાં વિવેકે કહ્યું કે, ‘હું એની જેમ પીતો નથી.

જે લોકો અનુરાગને પસંદ કરે છે અને તેની ફિલ્મો જુએ છે તેનું ધ્યાન માત્ર આ દેશની ખામીઓ પર હોય છે. હું આ દેશની મહાનતા પર ધ્યાન આપુ છું.’પોતાની ફિલ્મો વિશે વાત કરતા વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે, ‘તે મારી પસંદ છે, ધ ટ્રાયોલોજી (ધ કાશ્મીર ફાઈલ્સ, ધ તાશકંદ ફાઈલ્સ, ધ બંગાળ ફાઈલ્સ (હજુ રિલીઝ થવાની બાકી છે), અને મેં ૨૦૧૦માં આ ફિલ્મો બનાવવાનું નક્કી કર્યું હતું. ગુજરાત રમખાણો પર ઘણી ડોક્યુમેન્ટ્રી ફિલ્મો બની ચૂકી છે. લોકો પહેલાથી જ તેના વિશે વાત કરી ચૂક્યા છે, અને તેમાં નવું બતાવવા માટે કંઈ નથી.’ ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.