Western Times News

Gujarati News

બોપલની બી.કે.એમ. સ્કૂલના શિક્ષક ઝેરી દવા પી લીધા પછી સ્કલે ગયા અને…

ઝાયડસ હોસ્પિટલ સામે બ્રિજ નીચે ઝેરી દવા પી લેતાં શિક્ષકનું મોત-શિક્ષકને કોઇનો ત્રાસ હોવાના આક્ષેપોની વિગતો પોલીસને મળી

પ્રાથમિક તપાસ દરમિયાન બૈજુકુમારને કોઇનો ત્રાસ હોવાના આક્ષેપોની વિગતો પોલીસને મળી આવી છે.

(એજન્સી)અમદાવાદ, શહેરના થલતેજ સ્થિત ઝાયડસ હોસ્પિટલ સામે બ્રિજ નીચે આધેડે ઝેરી દવા ગટગટાવી હતી. દવા પીનાર બોપલની બી.કે.એમ. સ્કૂલના શિક્ષક હોવાનું ખૂલ્યું હતું. શિક્ષકે ઝેરી દવા પીધા બાદ સ્કૂલે ગયા હતા.

જ્યાં તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસને પ્રાથમિક તપાસમાં શિક્ષકને કોઇનો ત્રાસ હોવાની વિગતો મળતા તે બાબતે કાર્યવાહી હાથ ધરાઇ છે. જગતપુર રોડ પર આવેલા ચાણક્ય એપાર્ટમેન્ટમાં રહેતા બૈજુકુમાર ચુડાસમા (ઉ.૫૪) બોપલ કેળવણી મંડળ સંચાલિત બી.કે.એમ. સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ગત તા.૧૭મીએ બૈજુકુમારે ૧૨ વાગ્યે ઝાયડસ હોસ્પિટલ સામે બ્રિજ નીચે ઝેરી દવા પી લીધી હતી.

બાદમાં બૈજુકુમાર બોપલ ખાતેની સ્કૂલે નોકરીએ ગયા હતા. જ્યાં તેમની તબિયત લથડતા સારવાર માટે બોપલની એક હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે બૈજુકુમારને સારવાર દરમિયાન મૃત જાહેર કર્યા હતા.

આ મામલે પોલીસને જાણ કરાતા વસ્ત્રાપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન બૈજુકુમારને કોઇનો ત્રાસ હોવાના આક્ષેપોની વિગતો પોલીસને મળી આવી છે. જેને લઇને પોલીસે ફોન સહિતના પુરાવા એકત્રિત કરી વધુ તપાસ તેજ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.