Western Times News

Gujarati News

ટાઇમ્સ સ્ક્વેર ખાતે ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’નું પોસ્ટર લોન્ચ કરાયું

આ ફિલ્મ ૧૮ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે

આ ફિલ્મમાં અનુપમ ખેર, બોમન ઈરાની, જેકી શ્રોફ, કરણ ટેકર, પલ્લવી જોશી અને શુભાંગી દત્ત જેવા ઘણા પ્રખ્યાત કલાકારો જોવા મળશે

મુંબઈ,ન્યૂ યોર્કના પ્રખ્યાત ટાઇમ્સ સ્ક્વેર ખાતે અનુપમ ખેરે તેમની નવી ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’નું પોસ્ટર લોન્ચ કર્યું. આ પ્રસંગે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલી શુભાંગી દત્ત પણ તેમની સાથે હાજર હતી. મોટા પડદા પર પોતાની પહેલી ફિલ્મનું પોસ્ટર જોતાં જ તે ખુશીથી ઉછળી પડી. કોઈપણ નવા અભિનેતા માટે આ ખૂબ જ મોટી વાત છે. પહેલી જ ફિલ્મ અને તેનું પોસ્ટર સીધું ટાઇમ્સ સ્ક્વેર પર! અને સૌથી ખાસ વાત એ છે કે શુભાંગીને બોમન ઈરાની, જેકી શ્રોફ, અનુપમ ખેર જેવા અનુભવી કલાકારો સાથે કામ કરવાની તક મળી છે.

વિડીયો શેર કરતા અનુપમ ખેરે કેપ્શન આપ્યું, “કુછ ભી હો સકતા હૈ”. આ એ જ લાઈન છે જે તેમના લોકપ્રિય શો ‘ધ અનુપમ ખેર શો’ની ટેગલાઇન હતી, જેમાં તેઓ સ્ટાર્સના જીવનની વાર્તાઓ કહેતા હતા. ૧૮ જૂને ટાઇમ્સ સ્ક્વેર ખાતે પોસ્ટર લોન્ચ થવાના એક દિવસ પહેલા, મુંબઈમાં સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.આ ફિલ્મમાં અનુપમ ખેર, બોમન ઈરાની, જેકી શ્રોફ, કરણ ટેકર, પલ્લવી જોશી અને શુભાંગી દત્ત જેવા ઘણા પ્રખ્યાત કલાકારો જોવા મળશે.

ખાસ વાત એ છે કે અનુપમ ખેર આ ફિલ્મમાં માત્ર ભૂમિકા જ ભજવી રહ્યા નથી, પરંતુ તે તેના દિગ્દર્શક, નિર્માતા અને લેખક પણ છે.બાય ધ વે, આ પહેલી વાર નથી જ્યારે અનુપમ ખેરે દિગ્દર્શન કર્યું હોય – ૨૦૦૨માં પણ તેમણે ‘ઓમ જય જગદીશ’ નામની ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, જેમાં અનિલ કપૂર, અભિષેક બચ્ચન અને ફરદીન ખાન અભિનિત હતા. ‘તનવી ધ ગ્રેટ’ એક એવી છોકરીની વાર્તા છે જે પોતાના પિતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે. આ ફિલ્મ ૧૮ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.