Western Times News

Gujarati News

‘ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિના નોબેલ પુરસ્કારના અસલ હકદાર’ : પાકિસ્તાન સરકાર

પાકિસ્તાને ખુલ્લેઆમ અમેરિકન પ્રમુખની કરી ‘ચાપલુસી’!

વર્ષ ૨૦૨૫ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે ૩૩૮ નામાંકનો આવ્યા હતા, જેમાંથી ૨૪૪ વ્યક્તિઓ અને ૯૪ સંસ્થાઓ હતી

લાહોર,પાકિસ્તાન સરકારે વર્ષ ૨૦૨૬ના શાંતિ નોબેલ પુરસ્કાર માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોમિનેટ કર્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન ટ્રમ્પની રાજદ્વારી પહેલ અને મધ્યસ્થીએ એક મોટું યુદ્ધ ટાળવામાં મદદ કરી હતી.પાકિસ્તાન સરકારે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ‘અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવી દિલ્હી અને ઈસ્લામાબાદ બંને સાથે વાત કરીને યુદ્ધવિરામમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આનાથી બે પરમાણુ શક્તિઓ વચ્ચે યુદ્ધની શક્યતા ટળી ગઈ.’બીજી તરફ પાકિસ્તાને પણ કાશ્મીર મુદ્દા પર ટ્રમ્પની મધ્યસ્થીની ઓફરની પ્રશંસા કરી અને કહ્યું કે, ‘જ્યાં સુધી કાશ્મીર મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી આ ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થાપિત થઈ શકશે નહીં.’અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નથી લાગતું કે તે નોબેલ શાંતિ પુરસ્કાર જીતી શકશે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘મને જણાવતા આનંદ થાય છે કે વિદેશ મંત્રી માર્કાે રુબિયો સાથે મળીને, અમે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને રિપબ્લિક ઓફ રવાન્ડા વચ્ચે એક સંધિ કરાવી છે.

આ આળિકા માટે એક મહાન દિવસ છે અને વિશ્વ માટે પણ એક મહાન દિવસ છે. પરંતુ મને આ માટે નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવા માટે મને નોબેલ પુરસ્કાર નહીં મળે. સર્બિયા અને કોસોવો વચ્ચેના યુદ્ધને રોકવા માટે મને નોબેલ પુરસ્કાર નહીં મળે. ઇજિપ્ત અને ઇથોપિયા વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે મને નોબેલ પુરસ્કાર નહીં મળે.’નોબેલ પુરસ્કાર ૨૦૨૬ માટે સત્તાવાર નોંધણી સપ્ટેમ્બરમાં શરૂ થશે.

જો કે, છેલ્લી તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ૨૦૨૫ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકન માટેની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી હતી. વર્ષ ૨૦૨૫ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે ૩૩૮ નામાંકનો આવ્યા હતા. જેમાંથી ૨૪૪ વ્યક્તિઓ અને ૯૪ સંસ્થાઓ હતી. ૨૦૨૩માં આ પુરસ્કાર માટે ૨૮૬ ઉમેદવારો નામાંકિત થયા હતા. ૨૦૧૬માં સૌથી વધુ ૩૭૬ નામાંકનો આવ્યા હતા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.