૫૫ વર્ષના સસરાએ ભાવિ પુત્રવધૂ સાથે નિકાહ કરી લીધાં

ઉત્તર પ્રદેશના રામપુરનો વિચિત્ર કિસ્સો
શકીલ નામના આધેડના પ્રથમ લગ્ન શબાના સાથે થયા છે અને તેના પ્રથમ પત્નીથી તેને છ બાળકો છે
રામપુર,ઉત્તર પ્રદેશના રામપુરમાં બાંસનાગલી ગામના ૫૫ વર્ષીય આધેડે ૧૭ વર્ષીય દીકરાની વાગદત્તા અર્થાત ભાવિ પુત્રવધૂ સાથે જ લગ્ન કરીને સંસાર માંડ્યો હોવાની વિચિત્ર ઘટના સામે આવી છે. સસરાએ ભાવિ પુત્રવધૂને લલચાવીને બીજા લગ્ન કરી લેતા ચકચાર મચી ગઈ હતી. શકીલ નામના આધેડના પ્રથમ લગ્ન શબાના સાથે થયા છે અને તેના પ્રથમ પત્નીથી તેને છ બાળકો છે તથા ત્રણ પૌત્ર પણ હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ યુપીના રામપુર ખાતેના બાંસનાગલી ગામમાં રહેતા ૫૫ વર્ષના શકીલે તેના ૧૭ વર્ષના પુત્ર અમાન (નામ બદલ્યું છે)ના લગ્ન નજીકના ગામમાં રહેતી આયેશા (નામ બદલ્યું છે) સાથે નક્કી કર્યા હતા. પુત્ર સગીર હોવાથી તથા નાણાકીય સમસ્યાને લઈને શકીલના પરિવારે પ્રારંભે આ લગ્નનો વિરોધ કર્યાે હતો. શકીલની પત્ની શબાનાએ જણાવ્યું કે, તેના પતિએ ધાકધમકી આપીને પરાણે આ લગ્ન નક્કી કર્યા હતા. ગત મહિને શબાનાની દીકરીના લગ્ન બાજુના ગામમાં થયા હોવાથી શકીલ આયેશાના સંપર્કમાં આવ્યો હતો અને તે નિયમિત રીતે તેને કોલ કરતો હોવાનું જણાયું હતું.
આ બાબતથી વાકેફ દીકરા અમાને જણાવ્યું કે, એક વખત પિતાનો ફોન તપાસતા તેમાંથી તેની ભાવિ પત્ની આયેશા સાથે પિતાની કેટલીક વાંધાજનક બાબતો મળી આવી હતી. અમાને લગ્ન કરવાનો ઈન્કાર કર્યાે હોવા છતાં પિતા તેને લગ્ન કરવા માટે ફરજ પાડતા હતાં. ત્યારબાદ શકીલે કામના બહાને દિલ્હી જવાનું કહીને ચૂપચાપ આયેશા સાથે એટલે કે ભાવિ પુત્રવધૂ સાથે લગ્ન કરી લીધા હોવાનું પરિવારજનોને ટેલિફોન કરીને જણાવ્યું હતું.
આ બનાવથી રોષે ભરાયેલી શકીલની પત્ની શબાનાએ જણાવ્યું કે, જે મારા દીકરાની વહુ બનવાની હતી તે હવે મારા પતિની પત્ની બની ગઈ છે. પોલીસે આ કિસ્સા અંગે જણાવ્યું કે, આ બનાવથી અમે વાકેફ છીએ પરંતુ કોઈ પ્રાથમિક ફરિયાદ નોંધાઈ નથી. ભોટા પોલીસ સ્ટેશના અધિકારી અમર સિંહ રાઠોડે જણાવ્યું કે, જો કોઈ આ બાબતે આગળ આવે છે તો ફરિયાદ નોંધીને કાયદાકીય કાર્યવાહી કરાશે.ss1