Western Times News

Gujarati News

‘અસુર ૩’ સિરીઝને જિઓ હોટસ્ટાર તરફથી લીલી ઝંડી

અર્શદ વારસી અને વરુણ સોબતી ફરી ફોરેન્સિક એક્સપર્ટ તરીકે જોવા મળશે

‘અસુર’ની પહેલી બે સીઝનમાં ફોરેન્સિક એક્સપર્ટ તરીકે એક સિરીયલ કિલરની પાછળ પડે છે, જે પોતાને કલીનો અવતાર માને છે

મુંબઈ,કોરોના વખતે જ્યારે વિવિધ ઓટીટી પ્લેટફર્મ ખૂબ લોકપ્રિય થયાં હતાં, ત્યારે ‘અસુર’ સૌથી લોકપ્રિય સિરીઝમાંની એક સિરીઝ હતી. હવે આ લોકપ્રિય સિરીઝ તેનાં વધુ એક પ્રકરણ સાથે પાછી ફરી રહી છે. આ સિરીઝની ત્રીજી સીઝન જિઓ હોટસ્ટાર પર આવવાની છે. બીજી સીઝનના બે વર્ષ પછી હવે નવી સીઝન આવી રહી છે. ૨૦૨૩માં જ્યારે બીજી સીઝન આવી તો તે સૌથી વધુ જોવાયેલી સીરીઝમાંની એક હતી.

અર્શદ વારસી અને વરુણ સોબતી આ સિરીઝમાં પણ તેમના લોકપ્રિય ફોરેન્સિક એક્સપર્ટના રોલ ધનંજય રાજપુત અને નિખિલ નાયર તરીકે ફરી જોવા મળશે. છેલ્લાં બે વર્ષથી આ સિરીઝના લેખક ગૌરવ શુક્લા આ સીઝનની સ્ક્રિપ્ટ લખી રહ્યા છે. ટીમનું આયોજન આ વર્ષના અંત સુધીમાં પ્રોડક્શન શરૂ કરવાની અને ૨૦૨૬માં પ્રીમિયર કરવાનું છે.‘અસુર’ની પહેલી બે સીઝનમાં ફોરેન્સિક એક્સપર્ટ તરીકે એક સિરીયલ કિલરની પાછળ પડે છે, જે પોતાને કલીનો અવતાર માને છે.

માઇથોલોજી અને સાઇકોલોજિકલ સસ્પેન્સથી ભરેલી આ ફિલ્મના ઘણા વખાણ થયા પછી હવે તેની ત્રીજી સીઝન આવી રહી છે, તેમાં પણ ફિલોસોફીકલ અને જકડી રાખે એવી વાર્તા જોવા મળશે, જેમાં નવા સાઇકોલોજિકલ પડકાર જોવા મળે છે.આ બધાંમાં એક શક્યતા એવી છે કે આ સિરીઝમાં ડિરેક્ટર બદલાય એવી શક્યતા છે. કારણ કે એવા અહેવાલો છે કે ઓની સેન દ્વારા પહેલી બે સીઝન ડિરેક્ટ કરવામાં આવી હતી. પરંતુ ત્રીજા સીઝનમાં તેઓ ડિરેક્ટર ન હોય એવી પણ શક્યતા છે.

તેઓ હાલ નેટફ્લિક્સ પરની વાર ડ્રામા સિરીઝ ‘ઓપરેશન સફેદ સાગર’ના ડિરેક્શનમાં વ્યસ્ત છે. તેઓ આ સિરીઝમાં એક વર્ષ સુધી વ્યસ્ત રહેશે એવી ચર્ચા છે. તેથી તેમના માટે ‘અસુર ૩’ નું કામ કરવું મુશ્કેલ થઈ શકે છે. તેથી સિરીઝની ટીમ નવા ડિરેક્ટરની શોધમાં છે, જોકે, હજુ સુધી કશું જ નક્કી થયું નથી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.