Western Times News

Gujarati News

રાજીવ ગાંધીના જીવન અને હત્યા આધારિત વેબ સિરીઝ ‘ધ હંટ’

‘નાઇનટી ડેઝ’ પુસ્તક પર આધારિત સિરીઝ

આ સ્ટોરીમાં રાજીવ ગાંધીની હત્યા પછી થયેલી તપાસ અને જાસુસી તેમજ કાવતરાની માયાજાળ, પક્ષ પલટા જેવી બાબતની વાત કરવામાં આવશે

મુંબઈ,ઇન્દિરા ગાંધીના પાત્ર પર એકથી વધુ ફિલ્મ અને સિરીઝ બન્યા પછી હવે રાજીવ ગાંધીના જીવન પર અને તેમની હત્યા પર એક સિરીઝ આવી રહી છે. સોની લિવ દ્વારા એક ટ્રેલર લોંચ કરવામાં આવ્યું છે, ‘ધ હન્ટઃ ધ રાજીવ ગાંધી અસેસિનેશન કેસ’ એ એક જકડી રાખે એવી પોલિટિકલ થ્રિલર સિરીઝ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ અનિરુદ્ધ મિત્રનાં પુસ્તક ‘નાઇનટી ડેઝ’ પર આધારિત છે. આ સિરીઝ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ મેકર નાગેશ કૂકુનુર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને રોહિત બનવાલિકર અને શ્રીરામ રાજન સાથે મળીને લખવામાં આવી છે.

આ સિરીઝમાં જાસુસી, શંકાસ્પદ વફાદારો, ગુપ્ત માહિતી જાહેર થવા પર અને ન્યાય માટે માનવતાના બલિદાનની વાત કરશે. દેશના સૌથી હાઇ પ્રોફાઇલ કેસ પર તપાસની વાત કરવામાં આવશે. આ સ્ટોરીમાં ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા પછી થયેલી તપાસ અને જાસુસી તેમજ કાવતરાની માયાજાળ, પક્ષ પલટા જેવી બાબતની વાત કરવામાં આવશે. આ સિરીઝમાં અમિત સિઆલ એસઆઈટી ચીફ ડૉ.કાર્તિકેયન, સાહિલ વૈદ સીબીઆઈના એસપી અમિત વર્મા, ભગવથિ પેરમુમલ સીબીઆઈના ડીએસપી રઘોથામન, દાનિશ ઇકબાલ સીબીઆઈના ડીઆઈજી અમોદ કંઠના રોલમાં, ગિરિશ શર્મા સીબીઆઈના ડીઆઈજી રાધઆવિનોદ રાજુના રોલમાં, વિદ્યુત ગર્ગ એનએસજી કમાન્ડો કેપ્ટન રવિન્દ્રનના રોલમાં તેમજ શફીક મુસ્તુફા, અંજના બાલાજી, બી સાઈ દિનેશ, શ્›તિ જયન, ગૌરી મેનન જેવા કલાકારો જોવા મળશે. આ સિરીઝ ૪ જુલાઈએ સોની લિવ પર આવશે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.