Western Times News

Gujarati News

ગુજરાતના ૨૦૬ ડેમમાં નવા નીરની આવક થઈ

૮ ડેમ છલકાયા, ૧૪ હાઈ ઍલર્ટ પર

ભારે વરસાદથી નર્મદા ડેમનું ૪૫૪.૯૮ ફૂટ સંપૂર્ણ જળાશય સ્તર અને ૩૮૯.૯૬ ફૂટ હાલનું પાણીનું સ્તર

ગાંધીનગર,ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લામાં આવેલા નદી-ડેમ છલકાયા છે. હવામાન વિભાગે આજે રવિવારે (૨૨ જૂન) સાંજે ૫ વાગ્યા સુધીમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને ડેમને લઈને આંકડાકિય માહિતી જાહેર કરી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૯ તાલુકામાં સરેરાશ ૧૫.૦૪ મિ.મી. વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે ૨૦૬ ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેમાં ૮ ડેમ ૧૦૦ ટકા ભરાયા છે અને ૧૪ જેટલાં ડેમો હાઈ ઍલર્ટ પર છે, ત્યારે ચાલો જાણીએ કયા ડેમની શું છે સ્થિતિ.

હવામાન વિભાગ મુજબ, આજે ૨૨ જૂનની સાંજે ૪ વાગ્યા સુધીના રિપોર્ટ પ્રમાણે નર્મદા ડેમની સ્થિતિની વાત કરીએ તો, ૪૫૪.૯૮ ફૂટ સંપૂર્ણ જળાશય સ્તર અને ૩૮૯.૯૬ ફૂટ હાલનું પાણીનું સ્તર છે. જેમાં ૮ ડેમ ૧૦૦ ટકા ભરાયા છે, જ્યારે ૨૬ ડેમ ૭૦-૧૦૦ ટકા, ૨૨ ડેમ ૫૦-૭૦ ટકા, ૫૭ ડેમ ૨૫-૫૦ ટકા અને ૯૯ ડેમ ૨૫ ટકાથી નીચેના સ્તરે ભરાયેલા છે. જેમાં ૧૪ ડેમને હાઈ ઍલર્ટ, ૯ ડેમને ઍલર્ટ અને ૧૧ ડેમને લઈને વો‹નગ આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારી અને વલસાડ એમ ૭ જિલ્લામાં રેડ ઍલર્ટ છે.

જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને આૅરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં યલો ઍલર્ટને લઈને ધોધમાર વરસાદ થવાની શક્્યતા છે. હવામાન વિભાગે આગામી ૨૮ જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.