Western Times News

Gujarati News

ખેડામાં ગળતેશ્વરની મુખ્ય નર્મદા કેનાલમાં ૩ યુવકો ડૂબ્યા

મતદાન સમયે આખું ગામ સ્થળ પર દોડ્યું

યુવકોના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે

ખેડા,ખેડાના ગળતેશ્વર નજીક આવેલ નર્મદા કેનાલમાં ૩ યુવકો ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે. જેમાં નર્મદા મુખ્ય કેનાલમાં યુવકો ડૂબી ગયા છે. જે યુવકો ડૂબ્યા છે તેમની ઉંમર ૧૮ થી ૨૦ વર્ષની વચ્ચેની હોવાનું સામે આવ્યું છે. હાલ યુવકોના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. યુવકો ડૂબી જતા સ્થળ પર ગામના લોકોના મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

આ ૩ પૈકી ૨ યુવકો ટીંબાના મુવાડા ગામનો હોવાનું સામે આવ્યું છે. મુવાડા ગામમાં ગ્રામજનો ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન કરી રહ્યા હતા તે સમયે તેઓને આ દુઃખદ સમાચાર મળ્યા હતા. મુખ્ય કેનાલની સામે એક વ્યક્તિ બેઠો હતો જેણે જોયું કે કેનાલમાં ૩ યુવકો ડૂબી રહ્યા છે. જેથી તેણે આ મામલે ગ્રામજનોને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા જ ગામના લોકો ત્યાં મોટી સંખ્યામાં પહોંચ્યા હતા જેમાં ગ્રામજનોએ તંત્રની સાથે લોકલ તરવૈયાઓને પણ જાણ કરી હતી.ગામના લોકોને યુવકો ડૂબ્યા હોવાની જાણ થતા તેઓ લોકશાહીનો પર્વ છોડીને તરત કેનાલ પાસે પહોંચ્યા હતા. ચૂંટણીના આનંદ વચ્ચે આ દુઃખદ સમાચાર સામે આવ્યા. જેના કારણે ગ્રામજનોમાં જે મતદાનનો ઉત્સાહ હતો તે પણ પૂરો થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાનો આ બનાવ છે. જેમાં વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ૩ યુવકો ડૂબી ગયા છે. આ ત્રણેય યુવકોની ઉંમર ૧૮ થી ૨૦ વર્ષની વચ્ચેની હોવાનું સામે આવ્યું છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.