Western Times News

Gujarati News

રાજ્યના ૩૩૯ અમૃત સરોવર ખાતે ૧૧ હજારથી વધુ નાગરીકોએ  યોગાભ્યાસ કરી યોગ દિવસની ઉજવણી કરી

ગુજરાતના અમૃત સરોવરો બન્યા યોગમય

21-06-2025, ‘એક પૃથ્વીએક સ્વાસ્થ્ય માટે યોગ‘ તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત‘ થીમ સાથે આજે ૧૧મા વિશ્વ યોગ દિવસની રાજ્યભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને આહ્વાનના પગલેઆઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છેજે જળ સંરક્ષણ અને ગ્રામીણ વિકાસના પ્રતીક બની રહ્યાં છે. આ અમૃત સરોવરો આજે યોગમય વાતાવરણથી ગુંજી ઊઠ્યાં હતાં.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં મળી કુલ ૩૩૯ જેટલા અમૃત સરોવર ખાતે યોગ અભ્યાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧,૨૯૧ થી વધુ નાગરીકો યોગના અભ્યાસમાં સહભાગી થયા હતા. જેમાં ગ્રામજનો અને શાળાના બાળકોએ યોગાભ્યાસ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.

•  અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના દહેગામડાશિયાળસાલજડાજુવાલ રૂપાવટીકેસરડીસાકોદરાકાવીઠા અને કવલા જેવા કુલ ૮ ગામોમાં આવેલાં અમૃત સરોવરો ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

•  દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ખાતે આવેલ અમૃત સરોવર નજીક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ અભ્યાસ કરીને વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરી હતી.

•  નવસારી જિલ્લાના ૩૭ અમૃત સરોવરો ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૨૭૩ નગરીકોએ યોગ દિવસની ઉજવણી કરી હતી.

•  પાટણ જિલ્લાના કુલ ૩૪ અમૃતસરોવર પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીમાં ૧૨૦૦ જેટલા યુવાઓ અને યુવતીઓ સહભાગી થયા હતા.  

•  મહીસાગર જિલ્લાના ૩૬ અમૃત સરોવરો પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૧૪૬૫ લોકો જોડાયા હતા.

•  જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજડીઉમટવાડાકુંભડીકેશોદ તાલુકાના હાંડલામાંગરોળ તાલુકાના થલી ગામોમાં આવેલ અમૃત સરોવરો ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

•  વડોદરા જિલ્લાના ૧૦ અમૃત સરોવરો ઉપર યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.  તેમાં અંટોલીચાણસદમુવાલડેસરસુવાલજાઉતરજકંથાડિયાતુલસીપૂરાકાયાવરોહણ અને વઢવાણા ખાતેની ઉજવણીમાં અબાલ વૃદ્ધ સહિત ગ્રામજનો સહભાગી બન્યા હતા.

•  ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલારાંચરડામીરાપુરદેવકરણના મુવાડાઆંત્રોલીકડજોદરાધારીસણા ગામના અમૃત સરોવર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

•  અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા ગોવિંદપુર સ્થિત અમૃત સરોવર ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.

•  સાબરકાંઠા જિલ્લાના નેત્રામલીવડાલી દાંત્રોલીભાવપુરવોરાવાવ અમૃત સરોવર ખાતે યોગા દિવસની ઉજવણી કરાઈ હતી.

•  ડાંગના આહવાસુબીર અને વઘઇ તાલુકાના ૧૪ અમૃત સરોવર ખાતે યોગા દિવસની ઉજવણીમાં ૩૫૦થી વધુ નાગરીકો જોડાયા હતા.

•  પોરબંદર જિલ્લામાં આવેલા માલણકાફરેરહેલાબેલીદોલતગઢખીસ્ત્રીએરડારીણાવાડાબરડિયાસુખપુર સહિતનાં ગામોના આવેલા અમૃત સરોવર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

•  ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના છગિયા અને ગોરખમઢી ગામેકોડિનાર તાલુકાના માઢવાડ ગામે  તેમજ તાલાલા તાલુકાના ધ્રામણવા ખાતે નિર્માણ પામેલા અમૃત સરોવર ખાતે ગ્રામજનોએ યોગ કર્યા હતાં.

•  ભાવનગર જિલ્લાના ૨૨ અમૃત સરોવર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જાંબુડા, ઓથાગોરીયાળી, અવાણિયાંગોરખીમેસણકાદડવાદરેડકાનાતળાવવળાવડરોયલભંડારિયાજુના રતનપરસેંજળીયાકુડાજેસરઘાંઘળીઠાડચપરવડીઉમરાળા.લીંબડા તેમજ પરવડી – ૨ અમૃત સરોવરનો સમાવેશ થાય છે.

•  આ ઉપરાંત બોટાદ જિલ્લાના પસંદગી પામેલા અમૃત સરોવર ખાતે નાગરીકો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.