બિહારમાં ચૂંટણી પૂર્વે મતદાર યાદી સુધારણા હેઠળ ડોર ટુ ડોર વેરિફેકિશન

છેલ્લે ૨૦૦૪ લોકસભા ચૂંટણીમાં આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી
નાગરિક સંગઠનો, રાજકીય પક્ષો તથા અન્ય કેટલાક લોકોએ મતદાર યાદીમાં નામ ઉમેરવા તથા કમી કરાવવા બાબતે સવાલો ઉઠાવ્યા હતા
પટના,બિહાર વિધાનસભા ચૂંટણી અગાઉ મતદાર યાદી સુધારણા હેઠળ ચૂંટણી પંચે ડોર ટુ ડોર વેરિફિકેશનની યોજના ઘડી છે. પ્રાપ્ત વિગતો મુજબ નાગરિક સંગઠનો, રાજકીય પક્ષો તથા અન્ય કેટલાક લોકોએ મતદાર યાદીમાં નામ ઉમેરવા તથા કમી કરાવવા બાબતે સવાલો ઉઠાવ્યા હતા. ચૂંટણી પંચ ભાજપને મદદ કરી રહ્યું હોવાના આક્ષેપો પણ થયા હતા, જેને પગલે હવે બિહાર વિધાનસભા પૂર્વ કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા અને ચકાસણી માટે મહાઝૂંબેશ હાથ ધરવાનો નિર્ણય કર્યાે છે.
અધિકારીઓના મતે સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન કરાતું હોવા છતાં અને નિયમો મુજબ યાદીમાં નામ ઉમેરાતું કે કમી કરાતું હોવા ઉપરાંત ચૂંટણી પંચ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવે છે. કોંગ્રેસ સહિતના પક્ષો ભાજપને મદદ કરવા આંકડાઓની હેરાફેરી કરાતી હોવાનો આરોપ લગાવતા હોય છે. મતદાર યાદીમાં સુધારણા સમયે નિયત પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે અને આ સમગ્ર પ્રક્રિયા પારદર્શકતા સાથે તેમજ રાજકીય પક્ષોની સતત દેખરેખ હેઠળ થતી હોય છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચ રાજ્યમાં મતદાર યાદીની કડક ચકાસણીમાં કરવા ડોર ટુ ડોર વેરિફિકેશન કરશે. સૂત્રના મતે આનો ઉદ્દેશ મતદાર યાદીમાં કોઈ ભૂલ ના રહે અને તે સચોટ હોય. બિહારમાં અગાઉ પણ આ તર્જ પર મતદાય યાદીની સઘન ચકાસણી કરાઈ હતી. છેલ્લે ૨૦૦૪ લોકસભા ચૂંટણીમાં આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.ss1