Western Times News

Gujarati News

યુવકનો મિત્રના માતા-પિતાને ચપ્પુ બતાવી લૂંટવાનો પ્રયાસ

ઓનલાઈન જુગારમાં દેવું વધી જતાં આ દરમિયાન પોલીસ આવી જતા ચપ્પુ ની પરવા કર્યા વગર યુવક પર તરાપ મારી પકડી પાડ્યો હતો

અંકલેશ્વર,ઓનલાઈન જુગાર માં દેવું વધી જતા યુવાન લૂંટ કરવા મિત્રના ઘરમાં જ ચપ્પુ લઇ તેના માબાપને ગોલ્ડ આપવા માંગ કરી હોવાની ચોંકાવનારી ઘટના અંકલેશ્વરમાં બની હતી. જોષી દંપતી એ બુમાબુમ કરતા ઉભી પૂંછડીએ યુવાન ભાગી શ્રી દર્શન સોસાયટી નજીક આવેલ ઊંડી કાંસમાં કૂદી પડ્યો હતો.અંકલેશ્વર ગુરુદ્વારા પાસે હસ્તી તળાવ રોડ પર રહેતો સોનુ કુમાર રામબાબુ કેસરી મોબાઈલ રીપેરીંગ વર્ક કરે છે. પણ આ જ મોબાઈલ રીપેરીંગ વર્ક દરમિયાન ઓનલાઇન ગેમિંગ નું ઘેલું લાગતા માથે દેવું ચઢી ગયું હતું.

દેવું ઉતારવા પોતાની જોડે શાળા માં જ અભ્યાસ કરતા અને શ્રી દર્શન સોસાયટી માં રહેતા મિત્ર દેવાંશના ઘરે પહોંચી ગયો હતો. તેના માતા પિતા વિશાલ ભાઇ જોશી અને ખ્યાતિ જોડે રૂમમાં જમવા બેઠા હતા. તે દરમિયાન અચાનક રેનકોટ અને મોઢા પર કાળાનું કાપડ બાંધી દીવાલ કુદી અંદર પ્રવેશ્યો હતો અને સીધો જ બેડરૂમ માં જમી રહેલા ખ્યાતિ બેન ના ગળા પર ચપ્પુ લગાવી ને ગોલ્ડ હોય તો કાઢી આપો કહેતા ગભરાયેલા બૂમ પાડતા જ બેડરૂમ માંથી દોડી આવી નલિન ભાઈ પાસે ધસી આવ્યો હતો અને તેના ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું. જો કે હિંમતભેર વિશાલ ભાઇ અને ખ્યાતિ બેન બુમાબુમ કરતા જ સોનુ કુમાર કેસરી ભાગીને કાંસમાં કૂદી પડ્યો હતો. આ દરમિયાન પોલીસ આવી જતા ચપ્પુ ની પરવા કર્યા વગર યુવક પર તરાપ મારી પકડી પાડ્યો હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.