ગિલે બ્લેક મોજા પહેરીને ICCના નિયમનો ભંગ કર્યાે

પ્રથમ ટેસ્ટ બાદ આઇસીસી ભારતીય સુકાની સામે પગલાં લઈ શકે છે
આ માટે રેફરી એ તપાસ કરશે કે શુભમન ગિલે જાણી જોઈને આઇસીસીના નિયમનો ભંગ કર્યાે છે કે નહીં
ગ્લુસેસ્ટર, ઇંગ્લેન્ડ સામે પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં રમી રહેલી ભારતીય ટીમે બેટિંગમાં તો શાનદાર દેખાવ કર્યાે હતો અને તેના કેપ્ટન શુભમન ગિલે સદી પણ ફટકારી હતી તેમ છતાં ગિલ આ મેચને અંતે મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ છે. હકીકતમાં ગિલે શુક્રવારે રમતનો પ્રારંભ થયો તે સમયે આઇસીસીની યુનિફોર્મ કોડનો ભંગ કર્યાે હતો અને તેણે ટેસ્ટ મેચમાં વ્હાઇટ યુનિફોર્મની અવગણના કરીને કાળા મોજા પહેર્યા હતા જેની ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ નોંધ લીધી હતી.
આ પ્રકારે સફેદ સિવાયના મોજા પહેરવા આઇસીસીના નિયમની વિરુદ્ધની બાબત છે.ક્લોથિંગ અને ઇક્વિપમેન્ટ અંગે આઇસીસીના નિયમ ૧૯.૪૫ અન્વયે ટેસ્ટ ક્રિકેટમાં કોઈ પણ ખેલાડી ટેસ્ટ મેચ દરમિયાન સફેદ, ક્રીમ અથવા તો લાઇટ ગ્રે કલરના ક્લોથમાં હોવો જોઇએ પરંતુ ગિલે કાલા કલરના મોજા પહેર્યા હતા. આઇસીસીનો આ નિયમ મે ૨૦૨૩થી અમલી છે. હવે શુભમન ગિલે કરેલા નિયમભંગ માટે તેની ઉપર પગલાં ભરવાનો નિર્ણય ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ ટેસ્ટના રેફરી અને ભૂતપૂર્વ કેરેબિયન ક્રિકેટર રિચી રિચર્ડસન પર રહેલો છે. જો મેચ રેફરી આ બાબતની ગંભીર નોંધ લે તો ગિલ પર મેચ બાદ પેનલ્ટી થઈ શકે છે.
આ માટે રેફરી એ તપાસ કરશે કે શુભમન ગિલે જાણી જોઈને આઇસીસીના નિયમનો ભંગ કર્યાે છે કે નહીં. શુભમન ગિલ સામે આ નિયમભંગ બદલ તેની મેચ ફીની દસ ટકાથી ૨૦ ટકા રકમનો દંડ થઈ શકે તેમ છે. જોકે તેણે જાણી જોઈને આમ કર્યુ ન હોય અથવા તો તપાસમાં એમ બહાર આવે કે તેના સફેદ મોજા ભીના થઈ ગયા હતા અને તેની પાસે અન્ય વિકલ્પ ન હતો તો રેફરી કદાચ તેને નિર્દાેષ જાહેર કરી શકે છે. ટૂંકમાં આ મામલાને રેફરી કઈ રીતે લે છે તેની ઉપર ગિલની સજાનો આધાર રહેલો છે. રેફરી તેની ઉપર લેવલ-૧નો ગુનો જાહેર કરે તો ગિલને મેચ ફીના ૫૦ ટકા રકમ સુધીનો દંડ અથવા ડીમેરિટ પોઇન્ટની પેનલ્ટી લાદી શકાય છે. જોકે લેવલ-૨નો ગુનો લાદવામાં આવે તો તેને એક મેચ માટે પ્રતિબંધિત કરી શકાય છે પરંતુ હાલના તબક્કે મેચ રેફરી એટલી હદ સુધી જાય તેવી શક્યતા ઓછી છે.ss1