કડીમાં BJPના ઉમેદવાર જંગી લીડથી આગળઃ વિસાવદરમાં AAPના ઈટાલીયા જંગી લીડથી આગળ

ફાઈલ
ગાંધીનગર, 23-06-2025 વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણી બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવતા કડીમાં ભાજપના કેસરીયા થયા છે. જયારે વિસાવદર બેઠક ઉપર ‘કાંટે કી ટક્કર’ છે. ૭ રાઉન્ડના અંતે કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની એકધારી વિજય કુચ છે.
કડી વિધાનસભા બેઠક પર 17માં રાઉન્ડના અંતે ભાજપના રાજેન્દ્ર ચાવડાને 81424 મત મળ્યા છે.
જયારે વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા વચ્ચે ભારે રસાકસી હતી પરંતુ 18 મા રાઉન્ડના અંતે ગોપાલ ઈટાલીયા જંગી લીડથી આગળ નીકળ્યા હતા. જુનાગઢ વિસાવદર બેઠક ઉપરની મતગણતરી સવારે ૮ વાગ્યાથી જુનાગઢ ખાતે શરૂ થઇ છે. જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વારંવાર લીડની ખેંચતાણ થઇ રહી છે.
સવારે ૧૦-૩૦ વાગ્યે ૭ રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીનાં ગોપાલ ઇટાલીયાને રરર૩પ મત મળ્યા છે. જયારે ભાજપના કિરીટ પટેલને ર૩રર૦ તથા કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયાને ર૧૩૪ મત મળ્યા છે.
કડી : વિધાનસભા બેઠક પેટા ચૂંટણીની મત ગણતરી સવારે મહેસાણાના મેવડ એન્જી. કોલેજ ખાતે શરૂ થઇ હતી. સવારે ૮ વાગ્યે શરૂ થયેલી મતગણતરી અનુસાર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા હરીફ ઉમેદવારો કરતા આગળ ચાલી રહ્યા છે.
૭ રાઉન્ડના અંતે ભાજપને ૧૩૧૯પ મતોની લીડ મળી છે. ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાને ર૯૯૮૭, કોંગ્રેસના રમેશ ચાવડાને ૧૬૬૭પ મત મળ્યા છે. આ ભાજપની એક તરફી વિજયકુચ ચાલુ રહી છે. આપને ૮૯૧ મત મળ્યા છે.