ઈંગ્લેન્ડના હેરી અને ભારતીય બોલર મોહમ્મદ સિરાજ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું

ઈંગ્લિશ બેટ્સમેને બધું ઈગ્નોર કર્યું
યજમાન ટીમે બપોરના સત્રમાં ૨૩.૪ ઓવરમાં ૧૩૮ રન બનાવ્યા અને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી
મુંબઈ,રવિવાર ૨૨ જૂને હેડિંગ્લી ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને હેરી બ્રૂક વચ્ચે દલીલ થઈ. સિરાજે બ્રૂકને આઉટ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યાે. જે દરેક બોલર પર હુમલો કરવા તૈયાર હતો. બ્રૂકે નવા બોલનો સામનો કરીને બે શાનદાર ચોગ્ગા ફટકાર્યા, જેના કારણે સિરાજ પાસે કોઈ જવાબ નહોતો. આ પછી સિરાજે બ્રૂકને થોડા શબ્દો કહ્યા, પરંતુ બ્રૂકે તેમને અવગણ્યા અને પોતાની ઇનિંગ ચાલુ રાખી હતી.
સિરાજ પાસે બ્રૂકના આક્રમણનો કોઈ જવાબ નહોતો, ખાસ કરીને ૮૬મી ઓવરમાં જ્યારે બ્રૂકનું બેટ બોલતું હતું. પહેલી ટેસ્ટમાં સિરાજ કોઈ ખાસ કમાલ કરી શક્યો નથી. ભારતને પહેલા કલાક પછી બીજી સફળતા મળી જ્યારે સિરાજે સ્ટોક્સને વિકેટ પાછળ કેચ કરાવ્યો હતો. જસપ્રીત બુમરાહએ પાંચ વિકેટ લઈને ઈંગ્લેન્ડનો પહેલો દાવ ૪૬૫ રન પર સમેટી દીધો હતો, જ્યારે બ્રૂક ૯૯ રન પર રમી રહ્યો હતો ત્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાનો શિકાર બન્યો હતો.બુમરાહએ જોશ ટંગને બોલ્ડ કરીને ઈંગ્લેન્ડનો દાવ ખતમ કરી દીધો હતો.
ક્રિસ વોક્સ (૩૮ રન, ૫૫ બોલ)એ ભારતીય બોલિંગ આક્રમણને પડકાર ફેંક્યો અને પોતાની ટીમને ભારતના ૪૭૧ રનની નજીક લાવી દીધું હતું. ઈંગ્લેન્ડની નીચલા ક્રમની બેટિંગે ભારતીય પ્રથમ દાવને ટાઈ કરી દીધો હતો, જેના કારણે રમત હવે ત્રીજા અને ચોથા દાવ પર નિર્ભર રહી છે.યજમાન ટીમે બપોરના સત્રમાં ૨૩.૪ ઓવરમાં ૧૩૮ રન બનાવ્યા અને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
પ્રસિદ્ધ ક્રિષ્નાએ જેમી સ્મિથ (૪૦ રન, ૫૨ બોલ) અને બ્રૂક (૯૯ રન, ૧૧૨ બોલ)ને શોર્ટ બોલથી આઉટ કર્યા હતા, પરંતુ તેઓએ એ જ રણનીતિ અપનાવી અને ૨૦ ઓવરમાં ૧૨૮ રન બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુરને ફરીથી ઓછી બોલિંગ આપવામાં આવી, જેનાથી તેની પસંદગી પર સવાલ ઉભા થયા છે. અત્યાર સુધીના શ્રેષ્ઠ ભારતીય બોલર રહેલા બુમરાહે ૨૪.૪ ઓવરમાં ૮૩ રન આપીને ૫ વિકેટ લઈને પોતાની ૧૪મી પાંચ વિકેટ લીધી હતી.ss1