સલમાનના સ્ટાર પાવરની તોલે કોઈ ના આવે : કાજોલ

શાહરુખ, આમિર બહુ પ્રોફેશનલ પણ સલમાન ખાન અને કાજોલે ‘કુછ કુછ હોતા હૈ’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ અને ‘કરણ અર્જૂન’ જેવી ફિલ્મમાં સાથે કામ કર્યું છે
મુંબઈ, કાજોલ એવા બહુ ઓછા એક્ટર્સમાંની એક છે, જેણે ઇન્ડસ્ટ્રીના ત્રણે ખાન શાહરુખ, સલમાન અને આમિર ખાન સાથે કામ કર્યું છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે આ ત્રણેય કલાકારોના લક્ષણો, ખાસિયતો વિશે વાત કરી હતી. કાજોલે શાહરુખ અને આમિરના પ્રોફેશનલ સ્વાભાવની વાત કરી હતી. તેણે કહ્યું કે જ્યારે ડેડિકેશનની વાત આવે તો શાહરુખ અને સલમાનને તો પુરસ્કાર મળવો જોઈએ. તેઓ બંને પોતાના કામને લઇને અતિશય શિસ્તમાં રહે છે.
તેમના કામ વિશે કાજોલે કહ્યું, “સલમાન તો સલમાન ખાન છે. એમાં તમે કોઈ જ દલીલ ન કરી શકો. તે આટલાં વર્ષાેમાં બિલકુલ બદલાયો નથી એ વાત જ અદ્દભુત છે. આમિરે પણ એક વખત કહ્યું હતું, “સલમાન મારા કરતાં પણ મોટો સ્ટાર છે, કારણ કે તેની ફિલ્મ ગમે તેવી ચાલે, તો પણ તે ૧૦૦ કરોડ તો કમાઈ જ લે છે. તેના ફૅન્સ તેની પાછળ ઘેલાં છે.””જ્યારે અક્ષયની ફિલ્મો પણ સલમાનની ફિલ્મ જેટલી જ લોકપ્રિય છે, તેની ૧૮ ફિલ્મ ૧૦૦ કરોડથી વધુ કમાણી કરી ચુકી છે.
એવી ખબર પડી તો કાજોલે કહ્યું, “વાહ, જોરદાર. પરંતુ જ્યારે આપણે નર્યા સ્ટાર પાવરની વાત કરીએ તો, મને લાગે છે કે અક્ષય કુમાર પણ સહમત થશે –સલમાન ખાનના સ્ટાર પાવરને કોઈ અડી પણ નહીં શકે.”સલમાન ખાન અને કાજોલે ‘કુછ કુછ હોતા હૈ’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ અને ‘કરણ અર્જૂન’ જેવી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. તેમની કેમેસ્ટ્રી લોકોને ઘણી પસંદ પડી હતી. હવે કાજોલની માઇથોલોજિકલ હોરર ફિલ્મ ‘મા’ આવી રહી છે, જેમાં રોનિત રોય પણ છે. સાથે જ આ ફિલ્મમા ઇન્દ્રનિલ સેનગુપ્તા અને ખેરિન શર્મા પણ છે. આ ફિલ્મ ૨૭ જૂને રિલીઝ થશે.ss1