Western Times News

Gujarati News

આંતરરાષ્ટ્રિય સ્તરે ફિલ્મ ગમે તેટલી વખણાય, સામાન્ય દર્શકને કોઈ ફરક પડતો નથી : રાધિકા

રાધિકા આપ્ટેએ ભારતીય દર્શકો પર આંતરરાષ્ટ્રિય સિદ્ધીની અસર વિશે વાત કરી

આંતરરાષ્ટ્રિય સ્તરે ઘણી સરાહના મેળવ્યા પછી અંતે રાધિકા આપ્ટેની ફિલ્મ ‘સિસ્ટર મિડનાઇટ’ ગયા મહિને ભારતમાં રિલીઝ 

મુંબઈ,આંતરરાષ્ટ્રિય સ્તરે ઘણી સરાહના મેળવ્યા પછી અંતે રાધિકા આપ્ટેની ફિલ્મ ‘સિસ્ટર મિડનાઇટ’ ગયા મહિને ભારતમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને બાફ્ટા એવોર્ડ મળ્યો હતો અને કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તેનું સ્ક્રીનિંગ થયું હતું. ભારતમાં બહુ મર્યાદિત સ્ક્રીનમાં આ ફિલ્મ દર્શાવાઈ હતી, જોકે, તેને વખાણવામાં આવી છે, પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખાસ કોઈ કમાલ કરી શકી નહીં.આંતરરાષ્ટ્રિય સિદ્ધિઓની ફિલ્મના ઓડિયન્સ પર થતી અસર અંગે રાધિકાએ કહ્યું, “સામાન્ય લોકો, મને નથી લાગતું કે તેમને કેન્સ કે બાફ્ટાથી કોઈ ફરક પડે છે. એ સાચું પણ છે. તેમને જેનાથી ફરક નથી પડતો એવી કોઈ બાબત વિશે વિચારવાની જરૂર પણ નથી. મને નથી લાગતું કે લોકો ફિલ્મને આવી કોઈ દૃષ્ટિથી જુએ છે.”

પરંતુ રાધિકા આગળ કહે છે, “ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો કે કેટલાંક લોકો જેઓ વિશ્વની વિવિધ ફિલ્મ જુએ છે તે કે આંતરરાષ્ટ્રિય ફિલ્મોમાં રસ ધરાવકા લોકોને ચોક્કસ ફરક પડશે. પરંતુ પ્રાદેશિક કે હિન્દી ભાષાની ફિલ્મ જોતા લોકો ખાસ જાણતા ન હોય એમને કોઈ ફરક નથી પડતો.”માતા બન્યા પછી આ રાધિકાની પહેલી ફિલ્મ છે, તો માતા બન્યા પહેલાં અને પછી કામ કરવામાં શું ફરક પડે છે, તે અંગે રાધિકા કહે છે, “પહેલાં મારી પાસે બહુ સમય રહેતો અને મને કોઈ પણ કામ મળે તો હું ગમે ત્યારે તેના માટે સમય આપી શકતી હતી. પરંતુ પછીની સફર થોડી અઘરી રહી છે, કારણ કે હું દરેક સમયે હાજર રહી શકતી નથી.

હું ન્યૂયોર્કમાં, કેન્સ ફેસ્ટિવલમાં પણ હાજર રહી શકી નહીં અને લોસ એન્જલ્સના પ્રમોશનમાં પણ હાજર રહી શકી નહીં, કારણ કે મારે નાનું બાળક છે અને હું દરેક વખતે મુસાફરી કરવા માગતી નથી. બસ એટલો જ ફરક પડ્યો છે. બાકી તો, બીજો કોઈ ફરક પડ્યો નથી.”રાધિકા તેણે આ ફિલ્મમાં કરેલા કામથી ખુશ છે અને તેને આ ફિલ્મ પર ગર્વ છે, “આ એક નાના શહેરની છોકરીની વાત છે, જેને લાગે છે કે તે મોટા શહેરો માટે જ બની છે. આ રોલ માટે તેણે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કામ કરવું પડ્યું છે. સામાન્ય રીતે હું કોઈ પાત્ર કરવા માટે બૌદ્ધિક રીતે વિચાર કરું છું. પરંતુ અહીં સમગ્ર પ્રક્રિયા અમારે કોઈ બુધ્ધિમતા વિના જ કરવી પડે તેમ હતું. અહીં વિચારના બદલે અનુભવથી કામ લેવાનું હતું અને એ રીતે કામ કરવામાં ઘણી મજા આવી.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.