Western Times News

Gujarati News

દીપિકાની આઠ કલાક કામ કરવાની માંગ પર ‘મહારાજ’ના ડિરેક્ટરનો ટેકો

ફિલ્મના શરૂઆતના દિવસો એક્ટર કેટલા સેટ થઈને કામ કરી શકે છે, તેના પર આધારીત હોય છે : સિદ્ધાર્થ

દીપિકાએ જે કર્યું એ કાજોલ અને રાની વર્ષાે પહેલાં કરી ચૂક્યાં છે

મુંબઈ,આઠ કલાકની શિફ્ટમાં કામ કરવાની માગના કારણે દીપિકાને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મમાંથી પડતી મુકાવાના અહેવાલો પર ફિલ્મ ઇન્ડસ્ટ્રી બે હિસ્સામાં વહેંચાઈ રહી છે. ત્યારે હવે તેની આઠ કલાક કામ કરવાની માંગને યશરાજની ફિલ્મ ‘મહારાજ’ના ડિરેક્ટર સિદ્ધાર્થ પી. મલ્હાત્રાએ પણ ટેકો આપ્યો છે.તેમણે પોતાનો અનુભવ યાદ કરતા કહ્યું, કે કાજોલ અને રાની મુખર્જી જેવી એક્ટ્રેસ તો વર્ષાેથી આઠ કલાકની શિફ્ટના માળખામાં જ કામ કરે છે. તેણે હિચકી ફિલ્મનું ઉદાહરણ આપતા કહ્યું કે આ ફિલ્મ અમે માત્ર ૨૮ દિવસમાં પુરી કરી હતી.

જો સેટ પર શિસ્ત હોય અને બધું જ વ્યવસ્થિત ચાલતું હોય તો શક્ય છે, પછી શિફ્ટના કલાકોથી કોઈ ફરક પડતો નથી. સિદ્ધાર્થે કહ્યું, “દરેક ફિલ્મની તેની પોતાની જરૂરિયાત છે. અમે હિચકી ફિલ્મ રાની મુખર્જી અને બાળકો સાથે ૨૮ દિવસમાં ૮ કલાક કામ કરીને જ આખી ફિલ્મ પુરી કરી હતી. એક્ટર્સથી સ્પોર્ટબોય સહિત બધાં જ ખુબ તાલમેલથી કામ કરતા હતા. કાજોલ તો ૨૦૧૦થી આઠ કલાકની શિફ્ટમાં કામ કરે છે. રાની પણ એવું જ કરે છે. તો દીપિકા જે કહે છે, એમાં કશું નવુ નથી. જો કોઈ ડિરેક્ટર એક કલાકાર સાથે કામ કરવા માગતા જ હોય અને એ કલાકાર માત્ર છ કલાક જ કામ કરવા માગતા હોય તો એવું પણ માન્ય રાખે છે.

આમાં બંનેની એકબીજા સાથે અપેક્ષાઓ કેટલી મેળ ખાય છે, તેના પર આધાર હોય છે. આમાં ઇગોની વાત નથી, ક્ષમતાની વાત છે.”સિદ્ધાર્થે આગળ કહ્યું, “સત્ય એ છે કે, ફી તો સ્ટાર પાવર પર આધારીત હોય છે. ફિલ્મના શરૂઆતના દિવસો એક્ટર કેટલા સેટ થઈને કામ કરી શકે છે, તેના પર આધારીત હોય છે. ત્યાર પછી બધાનો રસ જાળવી રાખવાનું કામ ડિરેક્ટરનું છે. તેમાં જેન્ડરની વાત નથી, આર્થિક બાબતોની આ ચર્ચા છે. જો કોઈ કલાકાર પહેલાં જ દિવસે ફિલ્મને સારી કમાણી કરાવી શકે એમ હોય તો તે એ મુજબની ફીને લાયક છે. આ કોઈ પણ બિઝનેસનો સાદો નિયમ છે.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.