Western Times News

Gujarati News

પંચમહાલમાં જળબંબાકાર: અરવલ્લીમાં મુશળધાર વરસાદ

દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવનને અસર

અમદાવાદ, રાજ્યમાં ૨૧.૧૫ ટકા વરસાદ વરસ્યો હતો. પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી આપી હતી. કચ્છમાં ૨૧.૬૫ ટકા વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં ૧૪.૯૦ ટકા વરસાદ પડ્‌યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૨૦.૨૫ ટકા વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં ૨૬.૦૦ ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ૨૦.૭૧ ટકા વરસાદ થયો. આ રીતે રાજ્યનો સરેરાશ ૮૮૬.૫૧ MM વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ૨૧.૧૫ ટકા વરસાદ વરસ્યો હતો. પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી આપી હતી. કચ્છમાં ૨૧.૬૫ ટકા વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં ૧૪.૯૦ ટકા વરસાદ પડ્‌યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૨૦.૨૫ ટકા વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં ૨૬.૦૦ ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ૨૦.૭૧ ટકા વરસાદ થયો. આ રીતે રાજ્યનો સરેરાશ ૮૮૬.૫૧ MM વરસાદ નોંધાયો છે.

મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. લુણાવાડામાં વરસાદના પગલે રસ્તાઓ જળમગ્ન બન્યા છે. દારકોલી દરવાજા, હાટડીયા બજારમાં પાણી ભરાયા હતા. લુણાવાડા-અમદાવાદ હાઈવે પર પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. મહિસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. જો કે લુણાવાડામાં ધોધમાર વરસાદ પગલે પાણી ભરાયા હતા.

દારકોલી દરવાજા, હાટડીયા બજાર, આસ્થાના બજાર સહિત વરસાદી પાણી ભરાયા હતા. જિલ્લામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે. લુણાવાડાથી અમદાવાદ હાઈવે પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. લુણાવાડા નગરપાલિકાની પહેલાજ વરસાદમાં પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઇ છે. ઘૂંટણ સમા પાણીને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

છોટાઉદેપુરમાં ભારે વરસાદના કારણે સિંધડીયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. નસવાડી તાલુકાનું સિંધડીયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. કવાંટ તાલુકામાં ૪ કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સિંધડીયા ગામે અશ્વિન નદી ઉપર લો લેવલનો કોઝ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જેના કારણે ગામમાં આવવું જવું અશક્ય બન્યું છે.

પંચમહાલ સમગ્ર જિલ્લામા ભારે વરસાદ ખાબક્યો હતો. જાંબુઘોડા મા અત્યાર સુધી ૨.૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદ ખાબકતા નદી નાળા ઉભરાયા હતા. જાંબુઘોડા પાસેથી પસાર થતી સુકી નદી બે કાંઠે વહેતી થઇ છે.

જાંબુઘોડા સહીત સમગ્ર જિલ્લામા હાલ વરસાદ વરસી રહ્યો છે.પંચમહાલના પાવાગઢમાં ધોધમાર વરસાદ પડ્‌યો છે. પાવાગઢના દાદર પર પાણી ભરાયા હતા. ભારે પવન અને વરસાદને કારણે દાદર પર નદીઓ વહેતી થઈ ગઇ હતી. કેટલાક યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પાવાગઢ પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. નયન રમ્યો દ્રશ્યો પણ સર્જાયા હતા.

અરવલ્લી જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. મોડાસાના સરડોઈમાં ધોધમાર વરસાદ પડ્‌યો હતો. ડુંગર પરથી આવતા પાણીમાં માર્ગો ડૂબ્યા હતા. ગામના માર્ગો નદીમાં ફેરવાયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા.

દાહોદમાં લીમડી મુશળધાર વરસાદ ખાબક્યો હતો. અનેક સોસાયટીમાં ભરાયા પાણી. સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દાહોદ જીલ્લામાં મુશળધાર વરસાદ લીમડી શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિશ્વકર્મા સોસાયટી-૨ માં પાણી ભરાયા હતા. પાણી ઘરના દરવાજા સુધી પહોંચ્યા હતા.

સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો. નર્મદા જિલ્લામાં વહેલી સવારથી મુશળધાર વરસાદ નોંધાયો હતો. વરસાદ પડવાને કારણે જનજીવન પર અસર પડી હતી. વડીયા ગામની સત્યમ નગર સોસાયટી ખાતે પાણી ભરાયા હતા. સોસાયટીના રહીશો પાણી ઘરમાં ના ઘૂસી જાય એને લઈને ચિંતામાં મુકાયા છે.

વડીયા થી કરાઠા જતો રસ્તામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો હતો. લોકો જીવના જોખમે પાણીમાંથી વાહનો લઇ અવર-જવર કરવા મજબૂર બન્યા છે. વરસાદ વધશે તો સત્યમ નગર સોસાયટીમાં પાણી ભરાશે રહીશો ચિંતામાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.