Western Times News

Gujarati News

PHC થી મેડિકલ કૉલેજ સુધીની નાણાકીય સત્તામાં વધારો કરાયો

પ્રતિકાત્મક

આરોગ્ય સંસ્થાઓમાં નાણાકીય સત્તામાં વધારો કરવા અને તે માટેની ખરીદ સમિતિઓમાં આવશ્યક ફેરફાર કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય

આરોગ્ય સેવાઓની કાર્યક્ષમતા અને અસરકારકતામાં વધારો થતા પ્રજાજનોને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ થશે:પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gandhinagar, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં વર્તમાન પરિપ્રેક્ષ્ય અને જરૂરીયાતોને ધ્યાને રાખીઆરોગ્યની સેવાઓ સુચારૂ ઢબે ચાલે તથા આ સેવાઓ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવામાં સુગમતા રહે તે હેતુથી આરોગ્ય સંસ્થાઓમાં નાણાકીય સત્તામાં વધારો કરવા અને તે માટેની ખરીદ સમિતિઓમાં આવશ્યક ફેરફાર કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં
આવ્યો છે.

આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેરાજ્યની મેડિકલ કોલેજોજિલ્લા હોસ્પિટલોસામૂહિક આરોગ્ય કેન્દ્રોપ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અન્ય ક્ષેત્રીય કચેરીઓ ખાતે દવાઓસર્જિકલ આઇટમતબીબી સાધનોડિસ્પોઝેબલ વસ્તુઓ વિગેરેની ખરીદી તેમજ તબીબી સાધનોએમ્બ્યુલન્સ વાહનોના રિપેરિંગ અને મેઇન્ટેનન્સહોસ્પિટલના સિવિલ અને ઇલેક્ટ્રીક માઇનર રિપેરિંગ અને મેઇન્ટેનન્સના કામો માટે નાણાકીય સત્તામાં વધારો કરવામાં આવ્યો છેતેમજ તે માટેની ખરીદ સમિતિઓમાં પણ આવશ્યક ફેરફાર કરવામાં આવ્યા છે. 

પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું કેઆજના સમયમાં મેડિકલ સાધનોદવાઓફર્નિચરરિપેરિંગ કોસ્ટલેબોરેટરી કિટલેબર વર્ક વગેરેના ભાવમાં થયેલા વધારાના કારણે વિભાગના HODs અને કચેરીઓના વડાને આપવામાં આવતી નાણાકીય સત્તાઓમાં વધારો કરવામાં આવ્યો છે. વધુમાં,  તેમણે કહ્યું કેફુગાવોવસ્તી વધારોઆંતર માળખાકિય સુવિધાઓમાં થયેલ સુધારાના કારણે નાણાકીય સત્તામાં વધારો તથા સબંધિતોને નાણાકીય સત્તા સોંપણી બાબતે જરૂરી ફેરફાર કરવો આવશ્યક હતો.

આ મહત્વપૂર્ણ નિર્ણયથી આરોગ્ય સેવાઓ અંગેની ખરીદી અને જાળવણી અંગેની કામગીરી વધુ સુગમ તથા ઝડપી બનશે. પરિણામે આરોગ્ય સેવાઓની કાર્યક્ષમતા અને અસરકારકતામાં વધારો થતા પ્રજાજનોને વધુ સારી રીતે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ શકશેતેમ તેમણે ઉમેર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.