૩ર એકરમાં મોરબીમાં બનશે નવી જેલઃ પપ૦ કેદીના સમાવેશની હશે ક્ષમતા

AI Image
જેલમાં તાલીમ સાથે રોજગાર મળી રહે તે માટે જેલમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો શરૂ કરવાની સગવડોનો સમાવેશ થયો છે.
મોરબીથી ત્રણેક કિમી દૂર અમરેલી ગામમાં જેલ માટે ૩ર એકર જમીનની ફાળવણી કરાઈ
મોરબી, મોરબીમાં જિલ્લાકક્ષાની નવી જેલનું નિર્માણ કરાશે. જેમાં પપ૦ જેટલા કેદીઓના સમાવેશની ક્ષમતા હશે. નવી જેલમાટે મોરબીથી ત્રણેક કીમી દૂર અમરેલી ગામમાં ૩ર એકર જમીનની ફાળવણી જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે. #MORBI DISTRICT JAIL BRIEFING BY COLLECTOR
નગરમાંથી શહેર અને તાલુકામાંથી જિલ્લા બનેલા મોરબીમાં જિલ્લાકક્ષાની જેલ બનાવવાનો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાયો છે. આ અંગે કલેકટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, હવે પછી ૧૭૧ની સામે પપ૦ની વધુ ક્ષમતા ધરાવતી આધુનિક જેલ નિર્માણ પામશે.
જિલ્લા જેલરની માગણીથી મોરબીથી ત્રણેક કિ.મી. દૂર આવેલ અમરેલી ગામમાં સરવે નં.૧૯૯ પૈકી એકની જમીનમાંથી પ-રર-૭૦ હેકટર જમીન જેલ બનાવવા માટે વહિવટી તંત્ર દ્વારા તબદીલ કરવામાં આવી હતી. જેથી કેદીઓ સહિત જેલના સ્ટાફને સુવિધાયુક્ત જેલ મળી રહેશે.
જેલમાં કેદીઓના રહેવાની, મનોરંજન માટેના હોલ, હરવા ફરવા માટેની ખુલ્લી જગ્યાનો સમાવેશ થશે. જેમાં સરકાર દ્વારા કેદીઓને જેલમાં તાલીમ સાથે રોજગાર મળી રહે તે માટે જેલમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો શરૂ કરવાની સગવડોનો સમાવેશ થયો છે. પપ૦ કેદીમાં પ૦૦ પુરુષ કેદીઓ અને પ૦ મહિલા કેદીઓનો સમાવેશ કરવાના હેતુથી જમીનની માગણી થઈ હતી.
નવી જેલની મંજૂરીના મુખ્યમંત્રીના નિર્ણયને આવકારતા જિલ્લા જેલર ડી.એમ. ગોહિલ કહે છે કે, મોરબીની સબ જેલ ૧૯પ૪માં શરૂ કરવામાં આવી હતી તે સમયે કેદીઓની સમાવેશ સંખ્યા ૮૪ની હતી જે બાદમાં વર્ષ ર૦૧૭માં જરૂરી સુધારા વધારા કરતા ૧૭૧ (૧૪૩ પુરુષ કેદી અને ર૮ મહિલા કેદી) કરાઈ હતી. કેદીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો હોઈ આગામી પ૦ વર્ષને ધ્યાને લઈને નવી જિલ્લા જેલ બનાવવા માટે જિલ્લા જેલ કમિટીએ તંત્રને દરખાસ્ત કરી હતી.