દિલ્હીમાં યુવતીની પાંચમાં માળેથી ધક્કો મારીને હત્યા

પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કર્યો
વિધર્મી પ્રેમી બુરખો પહેરીને આવ્યો હતો અને યુવતી સાથે ઝઘડો કર્યા પછી તેણે તેને છત પરથી નીચે ફેંકી દીધી હતી
નવી દિલ્હી,દિલ્હીના જ્યોતિ નગર વિસ્તારમાંથી એક રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં ૧૯ વર્ષની એક યુવતીની બાલ્કનીમાંથી નીચે ફેંકીને હત્યા કરવામાં આવી છે. વિધર્મી પ્રેમી બુરખો પહેરીને આવ્યો હતો અને યુવતી સાથે ઝઘડો કર્યા પછી તેણે તેને છત પરથી નીચે ફેંકી દીધી હતી. પોલીસે આરોપી તૌફિક સામે હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસના એક સૂત્રએ જણાવ્યું હતું કે, યુવતી અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ હતો.
યુવતીને ખબર પડી કે આરોપી બીજી છોકરી સાથે લગ્ન કરી રહ્યો છે ત્યારે તેમની વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. પ્રેમી બુરખો પહેરીને બિલ્ડિંગના પાંચમા માળે આવેલા તેના ઘરે પહોંચ્યો હતો અને ઝઘડા બાદ તેણીને તેના ઘરની બાલ્કનીમાંથી ધક્કો માર્યાે હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપીની ઓળખ થઈ ગઈ છે અને ધરપકડ કરવામાં આવી છે.
૨૩ જૂને જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩ (હત્યા) ઉમેરવામાં આવી છે, કારણ કે પીડિતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આરોપીને પકડવા માટે અનેક ટીમો બનાવવામાં આવી હતી. ઘટનાનો ક્રમ જાણવા અને ઘટના પહેલા અને પછી આરોપીઓની હિલચાલ પર નજર રાખવા માટે વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરાયા હતા.ss1