Western Times News

Gujarati News

વિન્ડીઝ વિમેન્સ ટીમે ૧૨ વર્ષ બાદ સાઉથ આફ્રિકા સામે સિરીઝ જીતી

વેસ્ટ ઇન્ડિઝે ૧૮.૩ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ટારગેટ વટાવી દીધો હતો

ત્રીજી ટી૨૦માં વેસ્ટ ઇન્ડિઝનો છ વિકેટે વિજય, હેલી મેથ્યુઝની શાનદાર બેટિંગ, પ્લેયર ઓફ ધ મેચ

બ્રિજટાઉન,કેપ્ટન હેલી મેથ્યૂઝે પ્રવાસી સાઉથ આફ્રિકા સામેની ત્રીજી અને નિર્ણાયક ટી૨૦ ક્રિકેટ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને અડધી સદી ફટકારતાં વેસ્ટ ઈન્ડિઝ વિમેન્સ ટીમે અહીંના કેવ હિલ ખાતે રમાયેલી ત્રીજી ટી૨૦ મેચમાં છ વિકેટે વિજય હાંસલ કર્યાે હતો. આ સાથે કેરેબિયન વિમેન્સ ટીમે સાઉથ આફ્રિકાની વિષેન્સ ટીમ સામે ૧૨ વર્ષ બાદ પહેલી વાર સિરીઝ અને ટ્રોફી જીતી હતી. હેલી મેથ્યુઝને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાઈ હતી.

પ્રથમ બેટિંગ કરતાં સાઉથ આફ્રિકાએ છ વિકેટે ૧૪૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેમાં ચિયાને સ્મિટના ૩૮ બોલમાં અણનમ ૫૯ મુખ્ય રહ્યા હતા. તેણે સાત ચોગ્ગા ઉપરાંત એક સિક્સર ફટકારી હતી. સુકાની લૌરા વલવાર્ડે ૨૮ રનનું યોગદાન આપ્યું હતું. કેરેબિયન ટીમ માટે કરિશ્મા રામ્હારેક અને ફ્લેચરે બે બે વિકેટ લીધી હતી.વેસ્ટ ઇન્ડિઝે ૧૮.૩ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ટારગેટ વટાવી દીધો હતો.

આમ તેણે ૨-૧થી સિરીઝ જીતી હતી. રનચેઝ વખતે યજમાન વિન્ડીઝ ટીમ માટે મેથ્યૂઝે ૫૦ બોલમાં નવ ચોગ્ગા તથા એક સિક્સર સાથે ૬૫ રન ફટકાર્યા હતા. આ ઉપરાંત કેમ્પબેલે ૩૮ બોલમાં ૪૨ રનનું યોગદાન આપ્યું હતું. અગાઉ બંને ટીમ વચ્ચે રમાયેલી ત્રણ મેચની વન-ડે સિરીઝમાં સાઉથ આફ્રિકાનો ૨-૧થી વિજય થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.