ચીન AIની મદદથી કુંગ ફુની ૧૦૦ ક્લાસિક ફિલ્મ ફરી તૈયાર કરશે

બ્રુસ લી અને જેકી ચાનની ફિલ્મનો પણ આ યાદીમાં સમાવેશ
આ પ્રોજેક્ટને કુંગ ફુ મુવી હેરિટેજ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે, જેમાં ૧૦૦ ક્લાસિક ફિલ્મને પુનર્જિવીત કરાશે
મુંબઈ,કેટલાંક ચાઈનિઝ મુવી સ્ટુડિયોએ એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યાે છે, જેમાં તેઓ ચાઇનિઝ માર્શલ આટ્ર્સ અને કુંગ ફુની ૧૦૦ જેટલી ક્લાસિક ફિલ્મોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ફરી બનાવી રહ્યા છે. શાંઘાઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન આ અંગે જાહેરાત કરવામાં આવી છે, જેમાં તેઓ બ્›સ લી, જેકી ચાન અને જેટ લીની ફિલ્મોને ડિજીટલી રીસ્ટોર કરશે. આ પ્રોજેક્ટને કુંગ ફુ મુવી હેરિટેજ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે, જેમાં ૧૦૦ ક્લાસિક ફિલ્મને પુનર્જિવીત કરાશે, તેમાં ‘ફર્સ્ટ ઓફ ફ્યુરી(૧૯૭૨)’, ‘ડ્રંકન માસ્ટર(૧૯૭૮)’, ‘વન્સ અપઓન ટાઇમ ઇન ચાઇના(૧૯૯૧)’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટનો હેતુ આ ફિલ્મના દૃશ્યો, અવાજ અને તેની ગુણવત્તા સુધારીને તેનાં મૂળ પાત્રો કે વાર્તાઓમાં ફેરફાર કર્યા વિના નવા ઓડિયન્સ સમક્ષ મુકવાનો છે.આ પ્રોજેક્ટની સૌથી લોકપ્રિય ફિલ્મ જોન વીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘અ બેટર ટુમોરો ૧૯૮૬’ છે, જે ફરી આખી એનિમેશન ફિલ્મ તરીકે તૈયાર થઈ રહી છે. તેમાં મૂળ લીડ રોલ ચો યુન ફેટ દ્વારા કરવામાં આવ્યો હતો, તેને સાઇબરપંક સેટિંગથી રીબૂટ કરાશે. તેના મેકર્સનો દાવો છે કે આ દુનિયાની પહેલી સંપુર્ણપણે એઆઈ જનરેટેડ એનિમેટેડ ફીચર ફિલ્મ હશે.
ચાઇના ફિલ્મ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ઝેંગ પિમિને આ પ્રોજેક્ટને – ઇતિહાસના સિનેમાને શ્રદ્ધાંજલિ અન ભવિષ્ય તરફની એક છલાંગ સમાન ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ ફિલ્મો અમુલ્ય છે. એઆઈ તેમને નવા ઓડિયન્સ માટે આજના સમયને અનુરૂપ બનાવવામાં મદદ કરશે. શાંઘાઈ કેનશિંગ કલ્ચર એન્ડ મીડિયાના પ્રેસિડેન્ટ તીઆન મિંગના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટમાં મૂળ વાર્તાઓને વળગી રહીને માત્ર દર્શકોને સારો અનુભવ મળે તે બાબત પર ધ્યાન આપવામાં આવશે. આ ૧૦૦ મિલિયન યુઆનના બજેટ સાથે શરૂ થયેલો પ્રોજેક્ટ છે.