સુરતમાં ખાડીના નામે ખર્ચાયેલા ૪૦ કરોડ પાણીમાંઃ હાલત અત્યંત ખરાબ

(એજન્સી)સુરત, સુરતમાં બીજા દિવસે પણ ખાડીપૂરની સમસ્યા યથાવત છે. સ્માર્ટ સિટીમાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. લોકોની હાલાકી યથાવત છે. આજે પણ સુરત ખાડીપૂરમાં ડૂબ્યું છે, અને સ્માર્ટ સિટીના સત્તાધીશો પાસે તેનું કોઈ સોલ્યુશ નથી તે સ્પષ્ટ દેખાય છે. સતત સાતમા વર્ષે ખાડીપૂર, ખાડીના ડ્રેજિંગ પાછળ ખર્ચેલા ૪૦ કરોડ પાણીમાં ગયા છે.
ગત વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા સાઉથ એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ ખાડી નજીક બનાવ્યું હતું. સુરતના ખાડીની બંને બાજુ પર પડી રહેલી જમીનને કાયાકલ્પ કરીને સુરત મહાનગરપાલિકાએ શહેરના ‘ ગ્રીન લંગ્સ’ તરીકે ઓળખાતા વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક પ્રોજેક્ટના વિકાસની શૂરઆત કરી હતી. ચોમાસા દરમિયાન ખાડીઓમાં વરસાદી પાણી સંગ્રહ થાય છે.
જેનાથી પાણીનો પુનઃઉપયોગ બાગકામ માટે થશે. ફાયટોરેમિડેશન ટેકનીક દ્વારા ખાડીનું પ્રદૂષણ ઓછું કરવામાં મદદરૂપ થશે. ખાડીની દુર્ગંધ દૂર કરવી અને ખાડીના જળ પ્રદૂષણમાં ઘટાડો કરવો પ્રોજેક્ટના મુખ્ય હેતુઓમાં સામેલ છે. પાર્કમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવશે, જેનો ઉપયોગ તળાવો ભરવા અને અન્ય ઉપયોગી હેતુઓ માટે થશે.
જેવા અનેક કારણો સુરત પાલિકાએ આપ્યા હતા. ૧૫૦ કરોડ ખર્ચે તાજેતરમાં લોકાર્પણ કરાયેલા બાયોડાયવર્સિટી પાર્કમાં ખાડીના પાણી ફરી વળ્યાં હતાં, જેથી વોકિંગ ટ્રેક, ચિલ્ડ્રન પાર્ક, વિવિધ પ્લાન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. એટલે કે, સુરત પાલિકાનું તમામ આયોજન ફેલ ગયું છે. સુરતમાં બે દિવસથી પડેલાભારે વરસાદે સીમાડા ખાડી ઓવર ફ્લો થઈ ગઈ છે.